(GNS),21
21 જૂને સમગ્ર વિશ્વમાં ‘ઇન્ટરનેશનલ યોગા દિવસ’ સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે. સવારથી જ યોગને લઇને અલગ-અલગ કાર્યક્રમો થઇ રહ્યાં છે. મનોરંજન જગતના સેલેબ્સ વચ્ચે પણ યોગને લઇને ઘણો ક્રેઝ છે. બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીની ખૂબસૂરત હસીનાઓની ફિટનેસ પાછળ પણ યોગનો મહત્વનો રોલ છે. ચાલો તમને જણાવીએ કે કઇ એક્ટ્રેસીસના શિડ્યુલમાં યોગા સામેલ છે. જ્યારે પણ યોગની વાત આવે છે ત્યારે અવારનવાર શિલ્પા શેટ્ટી અને મલાઈકા અરોરાનું નામ સામે આવે છે. આ બંને એક્ટ્રેસીસ યોગ કરે છે અને પોતાની ફિટનેસથી બધાને પ્રભાવિત કરે છે. પરંતુ આ સિવાય પણ ઘણી એક્ટ્રેસીસ છે, જેમના રૂટીનમાં યોગ પણ સામેલ છે. બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીની મોટાભાગની એક્ટ્રેસીસ ફિટનેસ માટે યોગ કરવાનું પસંદ કરે છે. આ લિસ્ટમાં સૈફ અલી ખાનની પત્ની કરીના કપૂરનું નામ પણ સામેલ છે. પ્રેગ્નન્સી બાદ પોતાનું વજન ઓછું કરવા માટે બેબોએ યોગનો સહારો લીધો હતો. જેકલીન ફર્નાન્ડીઝ છેલ્લા કેટલાક સમયથી સિલ્વર સ્ક્રીન પર દેખાઈ નથી અને તે લાઈમ લાઈટથી પણ દૂર છે. જેકલીન ફિટનેસને લઈને સજાગ છે અને ઘણીવાર યોગ સાથે જોડાયેલા ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે.
આલિયા ભટ્ટ આ દિવસોમાં મધરહૂડને એન્જોય કરી રહી છે. પ્રેગ્નેન્સી દરમિયાન તેનું વજન વધી ગયું હતું, હવે તે યોગની મદદ લઈને ફરી પોતાનું રૂટીન સેટ કરી રહી છે. તે ટૂંક સમયમાં રણવીર સિંહ સાથે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળશે. જેકી ભગનાની સાથેના રિલેશન માટે જાણીતી રકુલ પ્રીત સિંહ બોલિવૂડ અને સાઉથ બંને ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તે ફિટનેસ માટે યોગમાં પણ વિશ્વાસ ધરાવે છે અને અવારનવાર પોતાના યોગ કરતાં ફોટા શેર કરતી રહે છે. હાલમાં જ સલમાન ખાન સાથે ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં જોવા મળેલી પૂજા હેગડે પણ ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે. ખાસ કરીને યોગને તેના રૂટીનમાં સામેલ કરે છે. તે યોગ સાથે જોડાયેલા ફોટા શેર કરતી રહે છે. ‘લસ્ટ સ્ટોરીઝ’ ફેમ તમન્ના ભાટિયા આ દિવસોમાં વિજય વર્મા સાથેના રિલેશનને લઈને ચર્ચામાં છે. તેની ફિટનેસ રૂટિન વિશે વાત કરીએ તો તેને યોગ કરવાનું પસંદ છે અને તે નિયમિત રીતે યોગ કરે છે. ફિલ્મ ‘સીતા રામમ’ અને પછી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની હાજરી નોંધાવનાર મૃણાલ ઠાકુરને યોગ પસંદ છે. તે પોતાના દિવસની શરૂઆત યોગાથી કરવાનું પસંદ કરે છે અને ઘણીવાર ફોટો પણ શેર કરે છે. પોતાની ક્યૂટ સ્માઇલથી બધાને આકર્ષિત કરનાર સામંથા રૂથ પ્રભુને પણ યોગ કરવાનું પસંદ છે. તેના મતે, તેને યોગથી ફિટનેસની સાથે માનસિક શાંતિ પણ મળે છે. આ લિસ્ટમાં દીપિકા પાદુકોણનું નામ પણ સામેલ છે. દીપિકાની ફિટનેસ રૂટિનમાં યોગનો મુખ્ય રીતે સમાવેશ થાય છે. માનસિક શાંતિ માટે યોગને જરૂરી માનતી દીપિકા અનેકવાર યોગ મુદ્રામાં પોતાના ફોટા શેર કરી ચુકી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.