Home મનોરંજન - Entertainment બોલિવૂડના ‘અન્ના’ સુનીલ શેટ્ટીએ કેએલ રાહુલને આપી વોર્નિંગ!… દીકરીને કહી આવી વાત

બોલિવૂડના ‘અન્ના’ સુનીલ શેટ્ટીએ કેએલ રાહુલને આપી વોર્નિંગ!… દીકરીને કહી આવી વાત

22
0

(GNS),15

સુનીલ શેટ્ટી બોલિવૂડના તે સ્ટાર્સમાંથી એક છે, જેને ફેમિલી પર્સન કે ફેમિલી મેન કહેવામાં આવે છે. પોતાના પરિવાર સાથે હંમેશા ખુશ જોવા મળતા સુનીલ શેટ્ટી અને માના શેટ્ટીના લગ્નને 32 વર્ષ થઇ ચુક્યા છે. વર્ષ 1991માં સુનીલે માનાનો હાથ થામ્યો હતો. એક સફળ લગ્નજીવન કેવું હોય છે અને સંબંધો કેવી રીતે મજબૂત રહે છે તે સુનીલ શેટ્ટી પાસેથી શીખવું જોઇએ. સુનીલ શેટ્ટી હવે સસરા બની ગયા છે. હાલમાં જ તેની દીકરી આથિયા શેટ્ટીના હાથ પીળા કરીને તેણે ક્રિકેટર કેએલ રાહુલને પોતાનો જમાઇ બનાવ્યો. તેવામાં હવે લગ્નના થોડા જ મહિના બાદ તેણે સફળ લગ્નજીવનનું જ્ઞાન આપ્યું છે. જ્યાં તેણે પોતાની દીકરીને સલાહ આપી છે, તો ત્યાં જમાઇને વોર્નિંગ આપી દીધી છે. સુનીલ શેટ્ટી પોતાની દીકરી આથિયા શેટ્ટીની ખૂબ જ ક્લોઝ છે અને દરેક ડગલે તેની સાથે ઉભા રહ્યાં છે. તેવામાં સુનીલ શેટ્ટીએ લગ્ન બાદ સંબંધોને લોન્ગ ટર્મ સુધી સારી રીતે જાળવી રાખવા માટે પોતાના અનુભવ પરથી દીકરી આથિયાને શીખામણ આપી છે. પરંતુ જમાઇ કેએલ રાહુલને વોર્નિંગ આપી દીધી છે. તેણે કેએલ રાહુલને શું કહ્યું, ચાલો તમને જણાવીએ.

બોલિવૂડના ‘અન્ના’એ હાલમાં જ મિડ ડે સાથેના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, કેવી રીતે જીવનમાં ઉતાર-ચડાવ આવતા રહે છે. પરંતુ આ ઉતાર-ચડાવથી સંબંધો નબળા નહીં પરંતુ મજબૂત બનાવવા જોઇએ. સુનીલે દીકરી આથિયાને સલાહ આપતા કહ્યું કે, કોઇપણ સંબંધોમાં વિશ્વાસ સૌથી મહત્વપૂર્ણ હોય છે. કારણ કે કેએલ રાહુલ એક એથલીટ છે અને કામના કારણે તેણે બહાર જવુ પડે છે. તેવામાં તે દરેક સમયે આથિયા સાથે બહાર ન જઇ શકે. તેથી આથિયાએ તેના પર ભરોસો કરવો પડશે, કારણ કે એક્ટર્સથી જેમ એથલીટ્સની લાઇફમાં પણ ઘણા ઉતાર-ચડાવ આવતા રહે છે. તેવામાં જમાઇ કેએલ રાહુલને તો સસરાએ વોર્નિંગ આપી દીધી છે. તેણે કહ્યું, આટલા ખૂબસૂરત વ્યક્તિ ન બનો કે જ્યારે તમારી વાત થાય તો અમે તમારાથી નીચા લાગીએ. તમે એટલા સારા બનો કો સૌકોઇ માને કે સારપ આનામાં જ છે, તમારામાં નહીં. સુનીલ શેટ્ટીએ કહ્યું કે, તે આવો જ બાળક છે. હું હંમેશા આથિયાને કહું છું કે, તુ ધન્ય છે કે તમે આવો પતિ મળ્યો . જણાવી દઇએ કે આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે વર્ષ 2023ની શરૂઆતમાં ખંડાલા સ્થિત ફાર્મ હાઉસમાં લગ્ન કર્યા હતા. બંને ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field