આણંદના બોરીયાવીમાં આવેલી સંતરામ કો.ઓ.ક્રેડિટ સોસાયટીએ બાંધી મુદ્દતની થાપણ અને તેના વ્યાજની રકમ પાકતી મુદ્દતે પરત કરી નહતી. આથી બોરીયાવીના છ ડિપોઝીટધારકોએ ન્યાય મેળવવા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, આણંદમાં ફરિયાદ કરી હતી. જેમાં કોર્ટે તમામ બાબતો, દસ્તાવેજો, પુરાવા વગેરે ધ્યાને લઇને ફરિયાદીઓની કુલ રૂ.13,52,121 અને ફરિયાદ સહિતનો ખર્ચ કો.ઓ.ક્રેડિટ સોસાયટીને હુકમ કર્યો હતો.આણંદ તાલુકાના બોરીયાવીમાં આવેલા શ્રી સંતરામ કો.ઓ.ક્રેડિટ સોસાયટી બેકીંગને લગતું કામકાજ કરે છે. આ ક્રેડિટ સોસાયટીમાં બોરીયાવીના દીપેનભાઇ નરેશભાઇ પટેલ અને નરેશભાઇ વિક્રમભાઇ પટેલે તા.4 માર્ચ,2018ના રોજ એક વર્ષ માટે રૂ.2,96,683 મૂકયા હતા.
જેના પાકતી મુદ્દતે 3,22,392 મળનાર હતા. જયારે જીતેનભાઇ નરેશભાઇ પટેલ અને નરેશભાઇ ત્રિકમભાઇ પટેલે તા. 4 માર્ચ,2018ના રોજ એક વર્ષ માટે રૂ.2,96,683 રોકાણ કર્યા હતા. જે પાકતી મુદ્દતે રૂ.3,22,396 મળનાર હતા. આ ઉપરાંત નરેશભાઇ ત્રિકમભાઇ પટેલ અને હર્ષિકાબેન નરેશભાઇ પટેલે 2017 અને 2018માં મળીને કુલ રૂ.6,50,913 એક વર્ષની મુદ્દતમાં રોકાણ કર્યા હતા. જેની પાકતી મુદ્દતે રૂ.7,07,329 મળનાર હતા. જો કે, રોકાણકારોને પાકતી મુદતે નાણાં પરત આપવાના બદલે કો.ઓ.સોસાયટી દ્વારા સોસાયટીની આર્થિક સ્થિતિ સારી નથી, નાણાંની રીકવરી થતી નહોવાનું જણાવીને નાણાં પરત અપાયા નહતા.
બાદમાં લોકડાઉન આવતા તેનું બહાનું ધરીને નાણાં પરત અપાયા નહતા. ખેતી કરીને જીવન ગુજારતા રોકાણકારો પોતાની રોકેલી મૂડી પરત ન મળતા પરેશાનીમાં મૂકાયા હતા. આથી તેઓએ ગ્રાહક કોર્ટ, આણંદમાં ફરિયાદ કરી હતી. આ કેસમાં કોર્ટે ફરિયાદીએ કરેલ ડિપોઝીટ અંગેના પુરાવા સહિતની બાબતો ધ્યાને લઇને હુકમ કર્યો હતો. જેમાં નરેશભાઇ અને હર્ષિકાબેન પટેલને રૂા. 7,07,329 વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે તેમજ માનસિક ત્રાસના 3 હજાર, ફરિયાદ ખર્ચના રૂ।.2 હજાર ચૂકવવા હુકમ કર્યો હતો.
જયારે જીતેનભાઇ અને નરેશભાઇ પટેલને રૂા.3,22,396 વાર્ષિક 9 ટકા લેખે વ્યાજ સહિત તેમજ માનસિક ત્રાસના રૂા.3 હજાર, ફરિયાદ ખર્ચના રૂ।.2 હજાર તથા દીપેનભાઇ અને નરેશભાઇ પટેલને રૂા.3,22,396 વાર્ષિક 9 ટકા લેખે વ્યાજ સહિત તથા માનસિક ત્રાસના રૂા.3હજાર અને ફરિયાદ ખર્ચના રૂ।.2હજાર પણ ચૂકવવા ગ્રાહક કોર્ટે હુકમ કર્યો હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.