ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને બોરસદ વિધાનસભાના ધારાસભ્ય રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં વઘવાલા ખાતે બોરસદ તાલુકા કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ વિષયનું પ્રદર્શન યોજાયું હતું. બોરસદ તાલુકાના વઘવાલા ખાતે જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલાસણ(આણંદ) પ્રેરિત તાલુકા પંચાયત બોરસદ તેમજ બી.આર.સી. બોરસદ દ્વારા વર્ષ 2022-23 તાલુકા કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ વિષયોનું પ્રદર્શન યોજવામા આવ્યું હતું.
આ પ્રદર્શનમાં બોરસદ તાલુકાની 98 શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં કુલ 196 બાળવૈજ્ઞાનિકોએ પોતાની કૃતિઓ રજુ કરી હતી. આ કાર્યક્રમ અંતે ભાગ લીધેલ તમામ બાળવૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકોને શિલ્ડ તથા શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. આ પ્રસંગે આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર તથા બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ ધરમદેવસિંહ ડાભી પણ ઉપસ્થિત રહ્યા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.