Home ગુજરાત બોરસદના નિસરાયા ગામમાં ખેડૂતના બંધ મકાનમાં તસ્કરોએ 1.65 લાખના મુદ્દામાલની ચોરી

બોરસદના નિસરાયા ગામમાં ખેડૂતના બંધ મકાનમાં તસ્કરોએ 1.65 લાખના મુદ્દામાલની ચોરી

34
0

બોરસદ તાલુકાના બ્રાહ્મણવાડા ફળિયામાં રાત્રીના સમયે તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. બોરસદ તાલુકાના નિસરાયા ગામમાં આવેલા બ્રાહ્મણ વાળા ફળિયામાં મહેન્દ્રભાઈ પરસોત્તમભાઈ રાજ તારીખ 19 જાન્યુઆરી 2023 ના સાંજના સમયે ખેતર થી નિસરાયા દીકરાના ઘરે ટિફિન લેવા માટે આવ્યાં હતાં. જ્યારે તેમના દીકરાની પુત્રી બીમાર હોવાથી દીકરો અને તેની પત્ની સાસરી ભેટાસી દવા કરાવવા જવા માટે નીકળ્યાં હતાં અને તેઓ ટિફિન લઈ મકાન બંધ કરી તાળું મારી પોતાના ખેતરમાં ગયાં હતાં.

આ સમય દરમ્યાન તસ્કરોએ તેમના મકાનની નિશાન બનાવી મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી રૂમમાં મુકેલ તિજોરીમાંથી એક સોનાનું મંગળસુત્ર કિંમત રૂપિયા 75,770, એક સોનાની ચેન કિંમત રૂપિયા37,760એક સોનાનું પેન્ડલ કિંમત રૂપિયા 1,525, સપતા કિંમત રૂપિયા 525, સોનાની વીંટી નંગ 2 કિંમત રૂપિયા 10 હજાર, સોનાની હેર કિંમત રૂપિયા 10 હજાર, સોનાની એક જોડ બુટ્ટી કિંમત રૂપિયા 18,990, ત્રણ જોડ ચાંદીના નાના છડા કિંમત રૂપિયા 3 હજાર, પૈસાના ગલ્લાના આશરે રોકડા રૂપિયા 5 હજાર તથા તિજોરીમાં મુકેલ બે ત્રણ પાકીટમાં રહેલા રૂપિયા 3 હજાર મળી કુલ રૂપિયા 1,65,570 ની મતાની ચોરી કરી લઈ ગયાં હતા.

મહત્વનું છે કે સવારે જ્યારે મહેન્દ્રભાઈને ચોરીની જાણ થઈ એટલે તુરંત જ ઘરે આવી પહોંચ્યા હતા અને બોરસદ પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે આવી પહોંચેલી બોરસદ પોલીસે મહેન્દ્રભાઈની ફરિયાદ લઈને ગુનો દાખલ કરી તસ્કરોને ઝડપવાની કાર્યવાહી હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field