Home ગુજરાત બોરસદના દહેમી ગામે ગૌવંશની કતલ કરી ગૌમાસ વેચનારા ચાર શખ્સો ઝડપાયા

બોરસદના દહેમી ગામે ગૌવંશની કતલ કરી ગૌમાસ વેચનારા ચાર શખ્સો ઝડપાયા

32
0

બોરસદ તાલુકાના દહેમી ગામે ગૌવંશની કતલ કરી તેનું માંસ વેચવા પ્રકરણમાં ચાર શખસની સંડોવણી ખુલતા પોલીસે ચારેય સામે ગુનો નોંધી ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં છે. બોરસદમાં રહેતા ગૌરક્ષક ચંદ્રેશકુમાર પટેલ તેમના મિત્ર સાથે આણંદ ચોકડી પર ભેગા થયાં હતાં. તેઓ ફરતા ફરતા દહેમી ગામે ગયાં હતાં. જ્યાં જાણવા મળ્યું કે દહેમી – નાપાડ રોડ કંકોઇ તલાવડી સીમ વિસ્તારમાં ઇમરાન ઇકબાલ રાણા (રહે.નાપા વાંટા)એ તેના સસરા માનસીંગ ગમાનસિંહ રાઠોડના ઘર પાસે વાછરડાનું કટીંગ કર્યું છે અને નાના નાના ટુકડા કરી વેચવા જઇ રહ્યો છે. આ હકિકત જાણતા ચંદ્રેશ પટેલે બોરસદ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી.

આથી, ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પોલીસ સાથે ઘટના સ્થળે પહોંચી દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન સ્થળ પરથી એક શખસની અટક કરી હતી. જેનું નામ પુછતા તે ઇમરાન ઇકબાલ રાણા (ઉ.વ.32) હોવાનું જણાવ્યું હતું. તેની પાસે રહેલા કાપડના થેલાની તલાસી લેતાં તમામ પશુઓના માંસના ટુકડા જોવા મળ્યાં હતાં. આથી, આસપાસમાં તપાસ કરતાં બે લોખંડના માંસ, કટીંગ કરવાના છરા, લોખંડની કટીંગ કરવાની છરીઓ મળી આવી હતી. આ અંગે પશુ ચિકિત્સાલયમાં નમુના મોકલતાં તે માંસ ગૌવંશના હોવાનું ખુલ્યું હતું.

આ અંગે પુછપરછ કરતાં તે આ ગૌવંશ નાપા વાંટા ગામના ચડ્ડીપુરા વિસ્તારમાં રહેતા પ્યારેસાહેબ ઉદેસીંગ રાણા પાસેથી લાવ્યો હતો. આ કેસમાં બોરસદ ગ્રામ્ય પોલીસે પ્યારેસાહેબ ઉદેસીંગ રાણા, માનસીંગ ગમાનસીંગ રાઠોડ, રમેશ ઉર્ફે મહેશ નાનજી વણકર અને ઇમરાન ઇકબાલ રાણા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહેસાણા જિલ્લાની વડાપ્રધાનની મુલાકાતને પગલે મુખ્ય સચિવે કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યું
Next articleજૂનાગઢમાં બીજેપી કોર્પોરેટરના પુત્રે છરી મારીને યુવાનની હત્યા કરી, પોલીસે ભાગેડુને ઝડપી લીધો