Home દેશ - NATIONAL બોમ્બે હાઈકોર્ટનો મોટો ચુકાદો; લાઉડસ્પીકર્સનો ઉપયોગ કોઈપણ ધર્મનો આવશ્યક ભાગ નથી

બોમ્બે હાઈકોર્ટનો મોટો ચુકાદો; લાઉડસ્પીકર્સનો ઉપયોગ કોઈપણ ધર્મનો આવશ્યક ભાગ નથી

3
0

(જી.એન.એસ) તા. 24

મુંબઈ,

જસ્ટિસ એ. એસ. ગડકરી અને ન્યાયાધીશ એસ. સી. ચાંડકની બેન્ચે જણાવ્યું હતું કે વધુ અવાજ સ્વાસ્થ્ય માટે એક મોટો ખતરો છે અને કોઈ પણ વ્યક્તિ એવો દાવો કરી શકે નહીં કે જો તેને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપવામાં આવે તો તેના અધિકારો કોઈપણ રીતે પ્રભાવિત થશે.

બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે, લાઉડસ્પીકર્સનો ઉપયોગ કોઈપણ ધર્મનો આવશ્યક ભાગ નથી. કોર્ટે કાયદા અમલીકરણ એજન્સીઓને ધ્વનિ પ્રદૂષણના ધોરણો અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

બેન્ચે કહ્યું, “અમે એ હકીકતની ન્યાયિક નોંધ લઈએ છીએ કે સામાન્ય રીતે લોકો/નાગરિકો કોઈ પણ બાબતમાં ફરિયાદ કરતા નથી જ્યાં સુધી તે અસહ્ય ન બને અને મુશ્કેલી ઊભી ન કરે.” કોર્ટે અધિકારીઓને યાદ અપાવ્યું કે રહેણાંક વિસ્તારોમાં આસપાસના અવાજનું સ્તર દિવસ દરમિયાન 55 ડેસિબલ અને રાત્રે 45 ડેસિબલથી વધુ ન હોવું જોઈએ.

બોમ્બે હાઇકોર્ટે આ ચુકાદો કુર્લા ઉપનગરના બે હાઉસિંગ એસોસિએશન દ્વારા દાખલ કરાયેલી અરજી પર આ નિર્ણય આપ્યો હતો. અરજદારોએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ આ વિસ્તારમાં મસ્જિદો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકરોથી થતા ધ્વનિ પ્રદૂષણ સામે કોઈ કાર્યવાહી કરી રહી નથી.

અરજદારોએ દલીલ કરી હતી કે ‘અઝાન’ સહિત ધાર્મિક હેતુઓ માટે લાઉડસ્પીકરનો ઉપયોગ શાંતિને ખલેલ પહોંચાડે છે અને ધ્વનિ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) નિયમો, 2000 તેમજ પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, 1986ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે.

બેન્ચે પોતાના આદેશમાં કહ્યું કે મુંબઈ એક મહાનગર છે અને દેખીતી રીતે શહેરના દરેક ભાગમાં વિવિધ ધર્મોના લોકો રહે છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, “જાહેર હિતમાં છે કે આવી પરવાનગી ન આપવી જોઈએ. આવી પરવાનગી આપવાનો ઇનકાર કરવાથી ભારતના બંધારણના અનુચ્છેદ 19 અથવા 25 હેઠળના અધિકારોનું ઉલ્લંઘન થતું નથી. લાઉડસ્પીકરનો ઉપયોગ કોઈ પણ ધર્મનો આવશ્યક ભાગ નથી.

કોર્ટે કહ્યું કે કાયદાની જોગવાઈઓ હેઠળ નિર્ધારિત તમામ જરૂરી પગલાં લઈને કાયદાનો અમલ કરવો એ રાજ્ય સરકાર અને અન્ય અધિકારીઓની ‘ફરજ’ છે. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે, “લોકશાહી દેશમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે નહીં કે કોઈ વ્યક્તિ/વ્યક્તિઓનો સમૂહ/વ્યક્તિઓનું સંગઠન કહે કે તે દેશના કાયદાનું પાલન કરશે નહીં અને કાયદો લાગુ કરનારા અધિકારીઓ મૂક પ્રેક્ષક બની રહે.”

તેમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય નાગરિક “લાઉડસ્પીકર અને/અથવા એમ્પ્લીફાયરના આ ઘૃણાસ્પદ ઉપયોગના લાચાર ભોગ બન્યા છે.” કોર્ટે કહ્યું કે પોલીસે ફરિયાદીની ઓળખ માંગ્યા વિના ધ્વનિ પ્રદૂષણના ધોરણોનું ઉલ્લંઘન કરતા લાઉડસ્પીકર સામેની ફરિયાદો પર કાર્યવાહી કરવી જોઈએ. કોર્ટે મુંબઈ પોલીસ કમિશનરને ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકર વિરુદ્ધ મળેલી કોઈપણ ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી કરવા માટે તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપવાનો નિર્દેશ આપ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field