(જી.એન.એસ),તા.૩૦
બોલિવૂડ એક્ટર બોબી દેઓલે ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. ફિલ્મી પરિવાર સાથે સંબંધ હોવા છતાં, બોબીએ પોતાના દમ પર અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો. આ કારકિર્દીમાં પદાર્પણ કરવા માટે તેણે પિતા ધર્મેન્દ્રની મદદ લીધી હોવા છતાં તે પોતાની મહેનતના કારણે જ સફળ કલાકારોની યાદીમાં પહોંચી ગયો. પરંતુ, પ્રોફેશનલ લાઈફ સિવાય તેની પર્સનલ લાઈફની પણ ઘણી ચર્ચા થઈ છે.. તમને જણાવી દઈએ કે બોબી દેઓલે પોતાના 27 વર્ષના કરિયરમાં કુલ 5 હિટ ફિલ્મો આપી છે. કરિયરના મધ્યમાં જ્યારે તેમનું નામ અભિનેત્રી નીલમ કોઠારી સાથે જોડાયું ત્યારે તેઓ ચર્ચામાં આવ્યા હતા. બંનેની મુલાકાત બોબીના ભાઈ એક્ટર સની દેઓલની ફિલ્મના સેટ પર થઈ હતી. લાંબા સમય સુધી એકબીજાને મળ્યા પછી ધીમે ધીમે તેમની વચ્ચે મિત્રતા વિકસી. પછી આ મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ તે બોબી અને નીલમને પણ ખબર ન પડી…
જ્યારે તેમનો પ્રેમ ખીલ્યો ત્યારે બોબી દેઓલ નીલમ કોઠારી સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ, દરેક લવસ્ટોરીની જેમ આ લવસ્ટોરીમાં પણ એક વિલનનો પ્રવેશ થયો. આ વિલન બીજું કોઈ નહીં પણ બોબીના પિતા ધર્મેન્દ્ર હતા. ધરમ પાજીને નીલમ અને બોબી વચ્ચેનો સંબંધ મંજૂર નહોતો. તેઓ ઈચ્છતા ન હતા કે બોલિવૂડની કોઈ અભિનેત્રી તેમની વહુ બને.. તેના પિતા ધર્મેન્દ્રની વાતને હૃદય પર લઈને બોબી દેઓલે નીલમ સાથેના સંબંધોનો અંત લાવ્યો હતો. જે બાદ બંનેનું બ્રેકઅપ થઈ ગયું અને વર્ષ 1996માં તાન્યા વિજન ધર્મેન્દ્રની વહુ બનીને તે ઘરમાં આવી. તમને જણાવી દઈએ કે તાન્યા કોસ્ચ્યુમ ડિઝાઈનર છે. બીજી તરફ, નીલમ તેની કારકિર્દીને લઈને ખૂબ જ પ્રોફેશનલ હતી. બોબી સાથેના તેના સંબંધોનું પરિણામ ગમે તે હોય, તેણે ક્યારેય તેના કામ પર તેની અસર પડવા દીધી નહીં.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.