Home ગુજરાત બોટાદમાં મુખ્યમંત્રીના હસ્તે 297.56 કરોડના કામોનું ઇ-લોકાર્પણ, ઇ-ખાત મુહૂર્ત કરાયું

બોટાદમાં મુખ્યમંત્રીના હસ્તે 297.56 કરોડના કામોનું ઇ-લોકાર્પણ, ઇ-ખાત મુહૂર્ત કરાયું

22
0

બોટાદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે બોટાદ શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે મુખ્યમંત્રીના હસ્તે 297.56 કરોડના કામોનું ઇ-લોકાર્પણ, ઇ-ખાતમુહૂર્ત તેમજ ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરા, સાંસદ ભારતી શિયાળ સહિત ધારાસભ્યો અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યાં હતા. બોટાદ શહેરમાં રાજ્યકક્ષાના 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની છે.

જેના ભાગરૂપે આજરોજ બોટાદ શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા, સાંસદ ભારતી શિયાળ, ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા તેમજ ભાજપના આગેવાનો અને અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખૂલ્લો મુકવામાં આવ્યો હતો. તેમજ મુખ્યમંત્રીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના વિકાસ માટે મુખ્યમંત્રીના હસ્તે 297.56 કરોડના કામોનું ઇ-લોકાર્પણ, ઇ-ખાત મુહૂર્ત તેમજ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લાના રમતવીરો માટે 15.47 કરોડના ખર્ચે બનનાર સ્પોર્ટ્સ સંકુલનું મુખ્યમંત્રી એ ઇ-ખાત મુહૂર્ત કર્યું હતું. આજના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહળવદ-માળીયા હાઇવે પર બસનો અકસ્માત, 16 જેટલા મુસાફરો ઘાયલ થયા
Next articleગાંધીનગરના સેકટર – 8માં બંગલામાં તસ્કરો રૂ. 10.91 લાખનો મુદ્દામાલ ઉઠાવી ફરાર