Home અન્ય રાજ્ય બોટાદમાં એક મહિલાએ કોંગ્રેસ નેતા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

બોટાદમાં એક મહિલાએ કોંગ્રેસ નેતા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

22
0

ગુજરાત કોંગ્રેસ માટે ખરાબ સમાચાર

(જી.એન.એસ) તા. 20

બોટાદ,

બોટાદમાં એક મહિલાએ કોંગ્રેસ નેતા મકસુદભાઇ શાહ અને રાણપુર ભાદર કાઠિયા ઘાંચી સમાજના પ્રમુખ અનીશ માંકડ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે કોંગ્રેસનાં પીઢ નેતા મકસુદ શાહની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપી અનીશ માંકડે ધરપકડથી બચવા માટે ઝેરી દવા ગટગટાવી હતી. હાલ, અનીશ માંકડ પોલીસ જાપ્તા હેઠળ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ મામલે મળતી માહિતી મુજબ, બોટાદમાં મૈત્રી કરાર કરીને રહેતી મહિલાના છૂટાછેડા બાદ તેના બાળકો મહિલાનાં માતા-પિતા પાસે હતા. બાળકોને પરત મેળવા મહિલાએ રાણપુર ભાદર કાઠિયા ઘાંચી સમાજના પ્રમુખ અનીશ માંકડ સાથે વાત કરી હતી. જો કે, અનીશ માંકડે બાળકો પરત લાવવાની વાત કરીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ બાળકો પરત નહીં આવે તેમ કહીને અનીશ માંકડે અને કોંગ્રેસના પીઢ નેતા મકસુદ શાહે મહિલાને જાનથી મારવાની ધમકી આપી હતી.

ફરિયાદી મહિલાએ બંને શખ્સો વિરુદ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ ત્વરિત કાર્યવાહી કરીને આરોપી કોંગ્રેસ નેતા મકસુદ શાહની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપી અનીસ માંકડે ધરપકડથી બચવા માટે ઝેરી દવા પીધી હતી. પોલીસે તેની ધરપકડ કરીને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કર્યો હતો. આ મામલે પોલીસે અનીશ માંકડ અને મકસુદ શાહ વિરુદ્ધ 376, 502-2 સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે. બોટાદ ડીવાય એસપી મહર્ષિ રાવલે આ માહિતી આપી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકચ્છના ક્રીક વિસ્તારમાંથી 150 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ
Next articleબિનઉપયોગી ખુલ્લા બોરવેલ બંધ કરવા બદલ  શિક્ષકને સન્માનિત કરતા રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલ પાનસેરિયા