વ્યાજના વિષચક્રમાં અનેક માનવ જિંદગીઓ વ્યાજખોરોના ત્રાસના કારણે હોમાતી હોય છે. તેમાં વધુ એક ઉમેરો બોટાદ શહેરમાં રહેતા રત્નકલાકારે વ્યાજકવાદની જાળમાં ફસાઇને ઝેરી દવા પી મોતને વ્હાલું કર્યું છે. મરણજનારની પત્નીએ મહિલા સહિત ચાર વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે. વ્યાજના અજગર ભરડાને લીધે બોટાદ શહેરના ગઢડા રોડપર આવેલી રાધેકૃષ્ણ સોસાયટીમાં રહેતા 40 વર્ષના અશોક નાનજીભાઈ રાઠોડ નામના રત્ન કલાકારે વ્યાજવાદના અસહ્ય ત્રાસને કારણે ગઇકાલે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
યુવક જિન્દગી-મોત વચ્ચે 24 કલાક જજુમીને આજે ભાવનગર ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું. રત્ન કલાકાર અશોક એ વ્યાજનો ધંધો કરતા દક્ષાબેન રબારી પાસેથી 30 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા, જેને 1 લાખ રૂપિયાની ચુકવણી કરી હતી. જીતુ રાજપુત જેની પાસેથી રૂ.5000 લીધા હતા, જેના 40 હજાર ભર્યા હતા. ગોવિંદ ડાંગર પાસેથી 10 હજાર લીધેલા જેના 20 હજાર ભર્યા હતા. ટીના બોળીયા પાસેથી 30 હજાર 7%ના વ્યાજે લીધેલા જેના 84 હજાર ભર્યા હતા. તેમ છતાં ચારેય શખ્સો મરણજનારને અવારનવાર ધાકધમકી આપી વધુ રૂપિયાની ઉઘરાણી કરતા હતા.
ત્યારે વ્યાજ ખોરોના ત્રાસમાં સપડાયેલા રત્ન કલાકાર અશોકે ઊંચું વ્યાજ ચૂકવવા છતાં પણ વ્યાજખોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધતો ગયો અને વ્યાજખોરો દ્વારા હીરા ઘસુ અશોક નાનજી રાઠોડના ઘરે આવીને વ્યાજ માટે ધાકધમકી આપતા હતા. વ્યાજખોરોના ત્રાસને કારણે રત્નકલાકારે ઝેરી દવા પી જતા ભાવનગર સારવાર દરમિયાન મોત નીપજતા એક મહિલા સહિત ચાર વ્યાજખોરો સામે મૃતક રત્નકલાકારના પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
વ્યાજ વાવના ધીંગનો ધંધો કરીને નાના માણસનું જીવન ટૂંકાવતા વ્યાજખોરોને પકડી પાડ્યા હતા. બોટાદ પોલીસ તંત્ર સક્રિય બની ચારેય આરોપીઓ પર સંકજો કસ્યો છે, ને વ્યાજખોર આરોપીઓને ઝડપી પાડવા પોલીસ તંત્ર એક્શનમાં આવી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.