Home દુનિયા - WORLD બોગોટા, કોલંબિયામાં ડ્રગના વ્યસનને કારણે હત્યા

બોગોટા, કોલંબિયામાં ડ્રગના વ્યસનને કારણે હત્યા

31
0

(જી.એન.એસ),તા.૦૯

બોગોટા-કોલમ્બિયા,

જાન્યુઆરી 2023 માં, કોલમ્બિયાના બોગોટામાં ડ્રગના વ્યસનને કારણે એક હત્યા થઈ હતી. જ્યાં આરોપી જ્હોન પૌલોસે કોર્ટમાં જુબાની આપતાં કહ્યું કે, તેને તેની ગર્લફ્રેન્ડનું ગળું દબાવ્યું હોવાનું યાદ નથી. કારણ કે તે ડ્રગ્સના પ્રભાવમાં હતો. જો કે, તેણે કહ્યું કે તેને યાદ છે કે તેણીના શરીરને સૂટકેસમાં પેક કરીને કચરામાં ફેંકી દીધું હતું. એક અહેવાલ અનુસાર, શબપરીક્ષણમાં જાણવા મળ્યું કે ગર્લફ્રેન્ડ વેલેન્ટિનાનું મૃત્યુ “મિકેનિકલ એસ્ફીક્સિયા” અથવા “ગળું દબાવવા”ના કારણે થયું હતું.

જાન્યુઆરી 2023 માં તેની ગર્લફ્રેન્ડની હત્યાના આરોપી જ્હોન પૌલોસે કોલંબિયાના બોગોટાની એક કોર્ટમાં જુબાની આપી હતી કે તે એટલો નશામાં હતો કે તેને તેની ગર્લફ્રેન્ડનું ગળું દબાવવાનું યાદ પણ નહોતું. પરંતુ અમેરિકાના ટેનેસીના 36 વર્ષીય જ્હોન પાઉલોસે બુધવારે કોર્ટમાં કહ્યું કે તેને મહિલાના શરીરને સૂટકેસમાં પેક કરીને કચરામાં ફેંકવાનું યાદ છે. તેણે કોર્ટને કહ્યું કે જ્યારે તે જાગી ગયો, ત્યારે તેણે જોયું કે તેની ગર્લફ્રેન્ડ, 23 વર્ષીય ડીજે વેલેન્ટિના ટ્રેસ્પાલાસીઓસ, જે તેની બાજુમાં સૂઈ રહી હતી, તેના ગળામાં ઝિપ ટાઈ હતી. જ્હોને કહ્યું કે તેણે વેલેન્ટિનાને જગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે જવાબ આપ્યો નહીં. જ્હોને આગળ કહ્યું કે, તેની ગર્લફ્રેન્ડનું મૃત્યુ થઈ ગયું છે તે જાણ્યા પછી, “હું સંપૂર્ણપણે ભાંગી ગયો છું, હું તેને ખૂબ પ્રેમ કરતો હતો.

જ્હોને કહ્યું કે તે અને વેલેન્ટિના સાથે ડ્રગ્સ લેતા હતા અને દારૂ પીતા હતા. ધ ન્યૂ યોર્ક પોસ્ટ અનુસાર, તેણે દાવો કર્યો હતો કે 22 જાન્યુઆરી, 2023 ના રોજ હત્યાની રાત્રે, દારૂ અને ડ્રગ્સ બંનેનું એકસાથે સેવન કરવાથી એવી પ્રતિક્રિયા આવી કે તેને કંઈપણ યાદ ન આવ્યું, તે નશાની હાલતમાં હતો. જ્હોન પૌલોસે કોર્ટને કહ્યું, “મેં વેલેન્ટિનાને મળ્યા પહેલા ક્યારેય ડ્રગ્સ લીધું ન હતું. તેણે આગળ કહ્યું કે- હું ડ્રગ્સ લેતો હતો, દારૂ પીતો હતો, તે સમયે હું સંપૂર્ણ હોશમાં નહોતો અને મને ખબર નથી કે મેં આ કર્યું કે નહીં. જોકે, જ્હોને કોર્ટ સમક્ષ સ્વીકાર્યું હતું કે તેણે તેની ગર્લફ્રેન્ડના મૃતદેહનો નિકાલ કર્યો હતો. જેના માટે તેણે પોતાની નર્વસ સ્થિતિને જવાબદાર ગણાવી હતી. તેણે કોર્ટને કહ્યું કે તેને જેલમાં ન મોકલો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્લેનમાંથી પડતી રાહત સામગ્રી ગાઝામાં લોકો પર પડી, 5ના મોત
Next articleરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મોરેશિયસની રાજ્ય મુલાકાત, રાષ્ટ્રપતિ 14 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે