(GNS),27
ગઈકાલે બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડકપની મેચ રમાઈ હતી. આ મેચ દરમિયાન એક દિગ્ગજ બોલરે ત્રીજા જ બોલમાં વિકેટ ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે આ બોલરે 2 વર્ષ પહેલા સીમિત ઓવર્સની ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી. જોકે, 2023ના વર્લ્ડકપમાં આ ખેલાડીને તક આપવામાં આવી હતી ત્યારે હવે તેની વાહવાહી થઇ રહી છે. અહીં શ્રીલંકાના એન્જેલો મેથ્યુસની વાત થઇ રહી છે. એન્જેલો મેથ્યુઝે વર્ષ 2021માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. તેણે આ અંગે જાહેરાત પણ કરી દીધી હતી. ત્યારબાદ તેને મર્યાદિત ઓવરોમાં તક મળવાનું પણ બંધ થઇ ગયું હતું. જોકે, હવે તેને માર્ચ 2023માં ODI રમવાની તક મળી છે. વર્લ્ડ કપ 2023 માટે તેને રિઝર્વ ખેલાડી તરીકે સ્થાન મળ્યું છે. હવે તેને મથિશા પથિરાનાની ઈજાને કારણે ઇંગ્લેન્ડ સામેની મેચમાં પ્લેયિંગ ઇલેવનમાં તક મળી હતી અને એન્જેલોએ મેચના ત્રીજા બોલ પર વિકેટ મેળવી લીધી હતી..
ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. ટીમની શરૂઆત થોડી સંયમિત રહી હતી અને ડેવિડ મલાને જોની બેયરસ્ટો સાથે 45 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી. ત્યારબાદ શ્રીલંકાને 7મી ઓવરમાં સફળતા મળી હતી. જેમાં મેથ્યુસે ડેવિડ મલાનને 28 રને પેવેલિયન મોકલ્યો હતો. ત્યારબાદ ઇંગ્લેન્ડની ધડાધડ વિકેટો પડવા લાગી હતી અને 85 રનમાં અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ઇનિંગ્સની 25મી ઓવરમાં પણ મેથ્યુસે ઇંગ્લેન્ડની વધુ એક વિકેટ લીધી હતી. તેણે મોઈન અલીને 15 રને પેવેલિયન મોકલ્યો હતો, જેનો કેચ કુશલ પરેરાના હાથે કેચ કરાવ્યો. આ નિર્ણય થર્ડ અમ્પાયરે પણ ઘણી વખત વિડીયો રિપ્લે જોયા બાદ લીધો હતો. 36 વર્ષીય એન્જેલો મેથ્યુસે તેની કારકિર્દીની 222મી ODI ઈન્ટરનેશનલ મેચ રમી હતી. અત્યાર સુધીમાં તેણે આ ODIમાં કુલ 120 વિકેટ ઝડપી છે. તેમજ વનડેમાં તેણે 3 સદી અને 40 અડધી સદીની મદદથી કુલ 5865 રન ફટકાર્યા છે. તેણે ટેસ્ટમાં કુલ 7361 રન અને T20 ઈન્ટરનેશનલમાં 1148 રન બનાવ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.