Home ગુજરાત બે કલાક ઓપરેશન બાદ બાળકીની છાતી માંથી ગોળી કઢાઈ, અમદાવાદ સિવિલમાં થઈ...

બે કલાક ઓપરેશન બાદ બાળકીની છાતી માંથી ગોળી કઢાઈ, અમદાવાદ સિવિલમાં થઈ સારવાર

384
0

(જી.એન.એસ. રવિન્દ્ર ભદોરીયા), તા.૧૪/૧૧

અમદાવાદમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં બે વર્ષની બાળકીની સારવાર દરમિયાન હકીકત સામે આવી હતી, તે બાળકી પાંચ નવેમ્બરના રોજ પોતાના મોટા ભાઈ સાથે રમી રહી હતી. ત્યારે એમનો મોટો ભાઈ લોડ કરેલી એરગન સાથે રમી રહ્યો હતો ત્યારે અચાનક ભાઈએ આકસ્મિક રીતે ટ્રિગર દબાવ્યું અને ગોળી બંદૂકથી નીકળી ગઈ, તેનાથી પાછળની બાજુની યુવતીને ઈજા પહોંચી હતી. આ ઘટનાને લઈ બાળકીને પ્રાથમિક સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યારબાદ તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રીફર કરાઈ હતી. ડો.રાકેશ જોષીએ ઓપરેશન કરી નાના બાળકોના જીવ બચાવ્યો.

પાંચ નવેબંરના રોજ બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને એક્સ-રે અને સીટી સ્કેન કરવાથી જાણ થઈ કે ગોળી જમણા છાંતીમાં ફસાયેલી છે. ત્યાર બાદ બાળકીનું ઓપરેશન કરવામાં આવ્યું અને ગોળી કાઢવામાં આવી. જો ગોળી વધારે અંદરના ભાગમાં ગઈ હોત તો બાળકીના હર્દય અને જીવનું જોખમ હતું. આ ગોળી કાઢવા માટે ડોક્ટરની ટીમે બે કલાક જેહમત કરી અને ગોળી કાઢવામાં આવી. છઠ્ઠી નવેમ્બરના રોજ સવારે પીડિયાટ્રિક સર્જરીના પ્રોફેસર અને વિભાગના વડા ડો. રાકેશ જોષીએ બાળ સર્જરી કરી હવે તે ખતરામાંથી મુક્ત છે. આ બાળકની સર્જરી મુશ્કેલ હતી કે ગોળીઓની ચોક્કસ સ્થિતિ ઓળખવી અને તેને નજીકના મહત્વપૂર્ણ અંગોને ઇજા પહોંચાડ્યા વિના દૂર કરવું. ત્યારે પેલેટ જમણા ફેફસાના નીચલા ભાગમાં પ્રવેશ્યું હોવાનું બહાર આવ્યું છે, બાહ્ય બાજુથી અંદરની બાજુ (લગભગ 4-5 સે.મી.) જતા હતા. તે ફેફસાંની અંદરની બાજુથી (ફક્ત હૃદયની અડીને) માંથી પ્રાપ્ત થઈ હતી અને તેને દૂર કરવામાં આવી હતી. આ સમગ્ર સારવાર થયા પછી હવે દર્દી ને સારુ હોવાથી તેને રજા પણ આપી દેવામાં આવી હતી.

ડો. રાકેશ જોષીનું કહેવુ છે કે તમારુ બાળક ક્યાં રમે છે તે વાતનું ધ્યાન તમામ બાળકના માતા પિતાને ધ્યાનમાં રહેવું જોઈએ. જેનાથી આવી બનતી ઘટનાઓ ટળી  શકશે.અને તમારુ બાળક સુરક્ષિત બની રહશે. આ બધી જ જવાબદારી આપણી છે કે આપણી બેદરકારીને લીધે બાળકોને નુકસાન ન થાય. કારણ કે બાળક જ્યાં રમે છે તે જગ્યા એવા ઉપકરણ હોવા ન જોઈએ. જો હોય તો જોતાના બાળકને ત્યાં રમવા જવા ન દેવા જોઈએ

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાજપ સરકારને 25 વર્ષે બ્રહ્મજ્ઞાન લાધ્યું- હાં, આરટીઓ ચેકપોસ્ટ પર હપ્તારાજ ચાલતું હતું…!
Next articleશું ગુજરાતમાં વ્યાપમ કૌભાંડ…?, PSI મોડ-2ની ભરતીમાં ગડબડ ગોટાળાના આરોપો…..!