Home મનોરંજન - Entertainment બે અઠવાડિયા અને પછી ફેન્સને ‘બિગબોસ’શોની ૧૭મી સિઝનનો વિનર મળશે

બે અઠવાડિયા અને પછી ફેન્સને ‘બિગબોસ’શોની ૧૭મી સિઝનનો વિનર મળશે

33
0

(જી.એન.એસ),તા.૧૬

સલમાન ખાનનો કોન્ટ્રોવર્સિયલ શો બિગ બોસ 17 તેના છેલ્લા તબક્કામાં છે. આ મહિને કલર્સ ચેનલના આ રિયાલિટી શોનું ફિનાલે થશે. ફક્ત બે અઠવાડિયા અને પછી ફેન્સને આ સિઝનનો વિનર મળશે. શોમાં દરરોજ ઘણી ઝઘડાઓ જોવા મળી રહ્યા છે. શોમાં હાજર દરેક કન્ટેસ્ટેન્ટ ટ્રોફી જીતવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહ્યા છે. આવામાં દરેક વ્યક્તિ શોના વિજેતાનું નામ જાણવા માટે એક્સાઈટેડ જોવા મળે છે. હવે દરેકના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આ સિઝનનો વિનર કોણ હશે? શોને લઈને સતત અપડેટ્સ સામે આવી રહ્યા છે. આ વખતે કરણ જોહરે વીકેન્ડ વોર હોસ્ટ કર્યું હતી. તેને શોમાં હાજર તમામ કન્ટેસ્ટેન્ટ પર ગુસ્સો કર્યો, તો તેને વિનર માટે સારા સમાચાર પણ આપ્યા.  કરણે શોના વિજેતા માટે ટ્રોફી અને પ્રાઈઝ મની સાથે એક ગિફ્ટ પણ એડ કરી છે.

તમને જણાવી દઈએ કે આ વખતે વિનરને શું મળવાનું છે. બિગ બોસ 17 માં ગઈકાલે રાત્રે કરણ જોહરે એક કાર બ્રાન્ડના સીઈઓ તરુણ ગર્ગનું સ્વાગત કર્યું, જેઓ વીકેન્ડ વોરમાં કન્ટેસ્ટેન્ટને મળ્યા હતા. તેને શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હ્યુન્ડાઈ ક્રેટા લોન્ચ કરવાની જાહેરાત કરી. આ સિવાય તેને એ પણ જણાવ્યું કે શોના વિનરને એક લક્ઝરી કાર ગિફ્ટ કરવામાં આવશે. આ સિવાય વિનરને લગભગ 50 લાખ રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવશે. પરંતુ ગત સિઝનની જેમ, તે પણ ઓછું હોઈ શકે છે. 

તમને જણાવી દઈએ કે શોમાં કુલ 17 કન્ટેસ્ટેન્ટે એન્ટ્રી કરી હતી. જેમાં સોનિયા, મનસ્વી, જીગ્ના વોરા, સની આર્ય, ખાનઝાદી, રિંકુ ધવન, સમર્થ જુરેલ, અનુરાગ ડોભલ, ઓરા, સના રઈસ ખાન, ઐશ્વર્યા શર્મા, નીલ ભટ્ટ, અને નવીદ સોલે બિગ બોસ 17ના વિનરની રેસમાંથી બહાર છે. હવે વિનર બનવાની રેસમાં કુલ 14 કન્ટેસ્ટેન્ટ છે. જેમાં અંકિતા લોખંડે, વિકી જૈન, મુનાવર ફારૂકી, આયેશા ખાન, મનારા ચોપરા, ઈશા માલવીયા, અભિષેક કુમાર અને અરુણ માશેટ્ટીનો સમાવેશ થાય છે. પરંતુ સોશિયલ મીડિયા પર અભિષેક કુમાર અને અંકિતા લોખંડેને ટોપ 2 કન્ટેસ્ટેન્ટ કહેવામાં આવી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાન ચૂંટણી પંચનો નિર્ણય, 8 ફેબ્રુઆરીએ જ યોજાશે ચૂંટણી
Next articleબિગ બોસ 17 શોમાં અંકિતા લોખંડેએ પતિ વિકી જૈનને કહી સ્પષ્ટ વાત