Home ગુજરાત બેલા ગામ નજીકથી અધધધ દારૂનો જથ્થો ઝડપાયો, લાલપરમાં દારૂના જથ્થા સાથે બે...

બેલા ગામ નજીકથી અધધધ દારૂનો જથ્થો ઝડપાયો, લાલપરમાં દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

34
0

મોરબી એલ.સી.બી. પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે બેલાગામની સીમમાં આવેલી સાંઇ ઇન્ડસ્ટ્રીમાં પવનસુત ઓફસેટ પ્લોટ નંબર-02 વાળા ગોડાઉનમાં દરોડા પાડતા એક પીકઅપ વાન મળી આવી હતી. જેની તલાશી લેતા તેમાંથી રૂપિયા 15.19 લાખથી વધુની કિંમતની વિદેશી દારૂની 3780 બોટલ ઝડપાઇ હતી. જ્યારે ગોડાઉનના માલિક અને ટ્રક ડ્રાઇવર હાજર મળી ન આવતા પોલીસે તેને કાયદાના સકંજામાં લેવા પોલીસે તજવીજ હાથ ધરી હતી. બીજા બનાવમાં તાલુકા પોલીસે લાલપર ગામની સીમમાં બાવળની કાંટમાં છુપાવીને રાખેલા વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી પોલીસ તથા પેરોલ ફર્લો સ્કવોડના પોલીસકર્મીઓ પેટ્રોલીંગમાં હતા. એ દરમિયાન રાજકોટમાં રહેતા ફીરોજ હાસમ મેણુ તથા તેનો ભાગીદાર ધવલ રસીક સાવલીયા બેલાગામની સીમમાં આવેલ સાંઇ ઇન્ડસ્ટ્રીમાં આવેલા પવનસુત ઓફસેટ પ્લોટ નંબર-02 વાળા ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો પરપ્રાંતમાંથી મંગાવી તેનો સંગ્રહ કરી વિદેશી દારૂનો વેપલો ચલાવે છે. તેના આધારે પોલીસે ઘટનાસ્થળે દરોડા પાડ્યા હતા.જ્યાં રૂપિયા પાંચ લાખની મહીન્દ્રા કંપની બોલેરો પીકઅપ મળી આવી હતી.

તથા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની રૂપિયા 15,19,320 લાખની કિંમતની વિદેશી દારૂની 3780 બોટલો મળી આવી હતી. જ્યારે આરોપીઑ સ્થળ પર હજાર ન હતા.જેથી પોલીસે દારૂની બોટલ અને બોલેરો પીકઅપ વાન સહિત રૂપિયા 20,19,320 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી ફીરોજ, ધવલ અને બોલેરોના ડ્રાઈવર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા બનાવમાં મોરબી તાલુકા પોલીસ મથક ટીમ લાલપર ગામની સીમમાં આવેલા શૈલેષ કાંટા પાછળ બાવળની કાંટમાં બે શખ્સોએ વિદેશી દારૂ અને બીયરનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડતા ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ 60 કિંમત રૂ.25,200, બીયરના ટીન નંગ 48 કિંમત રૂ.4800 અને પાઉંચ નંગ 96 કિંમત રૂ.9600 સાથે આરોપી જગદીશ સાધા સવસેટા અને મોહિતસિંહ અશોકસિંહ જાડેજાને પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબોટાદના રત્ન કલાકારે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
Next articleઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે રાજ્યભરમાં કરુણા અભિયાન શરૂ: પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલ