Home ગુજરાત બેન્ક ઓફ બરોડા ભારતીય વિકાસની ગાથામા ભાગીદાર થવા સંપૂર્ણ તૈયાર

બેન્ક ઓફ બરોડા ભારતીય વિકાસની ગાથામા ભાગીદાર થવા સંપૂર્ણ તૈયાર

380
0

(જી.એન.એસ.કાર્તિક જાની) તા.૧૯

બેંક ઓફ બરોડા કેન્દ્ર સરકારની વિવિધ નીતિઓનો અમલ કરવા અનુસંધાને ગાંધીનગર ખાતે બેંકના વિવિધ શાખાઓના મેનેજરોની એક બેઠક મળી હતી જેમાં વિચારવિનિમય ને અંતે ગ્રાહકોને તકલીફ ન પડે તે માટે આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ હતુ.
પબ્લિક લક્ષી બેંકની બેઠક અનુસંધાને ડેપ્યુટી જનરલ મેનેજર અને હેડ બરોડા ટેક્સ એકેડેમી શ્રી પંકજ જાની અને મનીષ પલણ ક્ષેત્રીય પ્રમુખ ગાંધીનગરનાએ જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં ધિરાણ વધારવાના ઉપાયો, નવીનીકરણ માટે ટેકનોલોજીના ઉપયોગનો વધારો, તદુપરાંત બેંકિંગ ક્ષેત્રે નાગરિક કેન્દ્રિત રહી હતી. નાગરિક કૃત લઘુ ઉદ્યોગો ઉદ્યોગસાહસિકો યુવાનો વિદ્યાર્થીઓ અને સ્ત્રીઓની જરૂરિયાતો અને આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા ઉપર નિર્ણય લેવામાં આવ્યો હતો
તેમણે કહ્યું હતું કે આ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા બેન્કિંગ ક્ષેત્રના વિવિધ પ્રકાર તેમજ બેંકોની શૈલીને વધુ અસરકારક બનાવવા ના સુચના ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને બેંકોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમા રાષ્ટ્રીય અગ્રિમતા સાથેના ક્ષેત્રો સાથેના જોડાણનુ વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અગ્રિમતાના ક્ષેત્રો જેવા કે રૂણ આધાર-અર્થતંત્રની વૃદ્ધિ માટે ડિજિટલ પેમેન્ટ વધારવા,ઈન્ફાન્સ્ટ્રક્ચર ઉદ્યોગ, ખેતી ક્ષેત્ર અને બ્લ્યુ ઈકોનોમી, જળશક્તિ, સક્ષમ- લઘુ અને મધ્યમ ઉદ્યોગ/ મુદ્રા લોન, શિક્ષણ લોન, સ્વચ્છ ભારત, ગ્રીન ઈકોનોમી, ડિજિટલ ઇકોનોમી, કોર્પોરેટ સામાજિક જવાબદારી, સ્ત્રીસશક્તિકરણ, જીવન જીવવાની સરળતા અને નિકાસ રૂણ અનુસંધાને વિચાર વિનિમય કરવામાં આવ્યો હતો અને અને બેંક ઓફ બરોડા વ્યક્તિગત રીતે કામગીરીમા વધારો કરી શકે અને દરેક બેંકની શાખાઓની તુલનાત્મક કામગીરીની આકારણી સાથે રાજ્ય સ્તરીય બેન્કર સમિતિ દ્વારા વિચાર વિનિયમ પ્રક્રિયા હાથ ધરી યોજવામાં આવશે. જાહેર ક્ષેત્રની ઉપક્રમે બધી બેન્કોની કામગીરી ની સરખામણી અને “જાહેર ક્ષેત્રની ઉપક્રમ” બધી બેંકોમાં સૂચનાઓ સૂચનોના અમલીકરણને અંતિમ રૂપ આપવામાં આવશે.ભવિષ્યની વ્યુહ રચનાના અમલ કરવાની તૈયારી સાથે ભારતીય વિકાસની ગાથામા ભાગીદાર થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત રામ ભરોસેઃ મુખ્યમંત્રી-એટીએસ વચ્ચે સંકલનનો અભાવ..??
Next articleમુખ્યમંત્રીના હસ્તે મનપા,નપા,શહેરોના સર્વાંગી વિકાસ માટે ૨૦૦૦ કરોડના ચેક વિતરણ કરાયા