જંબુસરની નવયુગ સ્કૂલ પાસે રહેતાં રવિકિશોર કુશશ્વરપ્રસાદ બેન્ક ઓફ બરોડામાં અધિકારી તરીકે ફરજ બજાવે છે. બેન્ક ઓફ બરોડાની કાવી બ્રાન્ચમાં રોહિત ગોવિંદ સોંદરવા (હાલ રહે ગજેરા, જંબુસર, મુળ રહે. અમરાપુર, તા. સુત્રાપાડા, જી.ગીરસોમનાથ) નામના કર્મી કેશિયર તરીકે ફરજ બજાવે છે. સાજે બેન્ક બંધ થયાં બાદ તમામ કર્મીઓ બહાર નિકળ્યા બાદ બેન્કને તાળું મારી તમામ કર્મીઓ જઇ રહ્યાં હતાં.
તે વેળાં રોહિતે બેન્કમાં જ ફરજ બજાવતાં અન્ય કર્મી સ્નેહલ જશવંતસિંહ બારોટને તેમનો મોબાઇલ ખોવાઇ ગયો હોવાનું જણાવ્યું હતું. તેમજ તે બાદ બેન્કમાં રહી ગયો હશે તેમ કહીં તેમને વાતોમાં ભોળવી તેમની પાસેથી બેન્કની ચાવી લીધી હતી. બેન્કમાં પ્રવેશ કર્યાં બાદ તેમણે લાઇટની મેઇન સ્વિચ બંધ કરી ઇરાદાપુર્વક સીસીટીવી કેમેરા પણ બંધ કરી ગ્રાહકોના આવક-જાવકના કુલ 16.87 લાખ રૂપિયા કે જે લોકરમાં મુક્યાં હતાં.
તે ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. બનાવની તપાસ કાવી પોલીસે હાથ ધરી છે. ગ્રાહકોના આવક-જાવકના હિસાબ બાદ રૂપિયા બેન્કના લોકરમાં મુકવા જતી વેળાં રોહિતે ચાલાકીથી લોકરને તાળું માર્યાં વિના જ બંધ કરી તેને લોક માર્યું હોવાનો ભાસ ઉભો કર્યો હતો. ચોરીની વારદાતને અંજામ આપવાનો હોઇ રોહિતે આગોતરૂ પ્લાનિંગ કર્યું હતું.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.