Home રમત-ગમત Sports બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમ તૈયાર

બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમ તૈયાર

41
0

ભારતીય ટીમનું નેતૃત્વ પીવી સિંધુ અને એચએસ પ્રણય કરશે

(જી.એન.એસ),તા.૧૪

મુંબઈ,

બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુની આગેવાની હેઠળની ભારતીય મહિલા ટીમ અને એચએસ પ્રણયની આગેવાની હેઠળની ભારતીય પુરૂષ ટીમ 13 થી 18 ફેબ્રુઆરી દરમિયાન મલેશિયાના શાહઆલમમાં યોજાનારી બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ 2024માં શાનદાર પ્રદર્શન કરવા માટે તૈયાર છે. ભારતીય પુરુષ ટીમ ગ્રુપ Aમાં જ્યારે મહિલા ટીમ ગ્રુપ Wમાં છે.

2019 ની વિશ્વ ચેમ્પિયન પીવી સિંધુ કોન્ટિનેન્ટલ ઇવેન્ટમાં કોર્ટ પર પરત ફરશે. ઘૂંટણની ઈજાને કારણે ઓક્ટોબરથી કોઈપણ ટુર્નામેન્ટમાં રમી શકી ન હતી. આ કોન્ટીનેન્ટલ ટુર્નામેન્ટ ખેલાડીઓ માટે પણ મહત્વની રહેશે કારણ કે તે ‘રેસ ટૂર ધ 2024 પેરિસ ઓલિમ્પિક્સ’ માટે મહત્વપૂર્ણ ક્વોલિફિકેશન પોઈન્ટ મેળવવામાં મદદરુપ થશે.

પુરૂષ અને મહિલા ટીમ વિષે જણાવીએ, જેમાં પ્રથમ પુરુષ ટીમમાં એચએસ પ્રણોય, લક્ષ્ય સેન, કિદામ્બી શ્રીકાંત, ચિરાગ સેન, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી, ચિરાગ શેટ્ટી, ધ્રુવ કપિલા, એમઆર અર્જુન, સૂરજ ગોલા, પૃથ્વી રોય. વગેરે ખેલાડીનો સમાવેશ થાય ત્યારબાદ મહિલા ટીમ વિષે જણાવીએ, જેમાં પીવી સિંધુ, અનમોલ ખાર્બ, તન્વી શર્મા, અશ્મિતા ચલિહા, ત્રિશા જોલી, ગાયત્રી ગોપીચંદ, અશ્વિની પોનપ્પા, તનિષા ક્રાસ્ટો, પ્રિયા દેવી કોન્જેંગબમ, શ્રુતિ મિશ્રા. વગેરે ખેલાડીઓનો સમાવેશ થાય છે.

ભારતનું શેડ્યૂલ અને લાઇવ મેચનો સમય પણ જણાવીએ,

14 ફેબ્રુઆરી, બુધવાર    ચાઇના મહિલા vs ભારત મહિલા –  સવારે 6:30 ભારત પુરૂષ vs હોંગકોંગ ચાઇના પુરૂષ – સવારે 10:30

15 ફેબ્રુઆરી, ગુરુવાર    –       ચાઇના પુરૂષ vs ભારત પુરૂષ – સવારે 10:30

16 ફેબ્રુઆરી, શુક્રવાર   –         ક્વાર્ટર ફાઇનલ્સ – સવારે 7:30

17 ફેબ્રુઆરી, શનિવાર   –       સેમી-ફાઇનલ – સવારે 7:30

18 ફેબ્રુઆરી, રવિવાર   –       ફાઈનલ – સવારે 7:30

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોન્સર્ટમાં આદિત્ય નારાયણે ફેંન્સનો ફોન ફેંકતાનો વાઈરલ વિડીયો પર ઈવેન્ટ મેનેજરે સાચું કારણ જણાવ્યું
Next articleભારતના સૌથી વૃદ્ધ ક્રિકેટર દત્તા ગાયકવાડનું 96 વર્ષની વયે નિધન થયું