Home દેશ - NATIONAL બેંગલુરુમાં ચાલી રહેલા એરો ઈન્ડિયા શોમાં જેટપેક શૂટ આકર્ષણનું કેન્દ્ર બન્યો

બેંગલુરુમાં ચાલી રહેલા એરો ઈન્ડિયા શોમાં જેટપેક શૂટ આકર્ષણનું કેન્દ્ર બન્યો

67
0

બેંગલુરુમાં ચાલી રહેલા એરો ઈન્ડિયા શોમાં જેટપેક શૂટ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તેની ખાસિયત એ છે કે આ સૂટને પહેરીને વ્યક્તિ જેટ વિમાનની જેમ ઉડી શકે છે. ગેસ ટર્બાઈન એન્જિનથી ચાલતા આ સૂટને પહેરીને સૈનિક 10થી 15 મીટરની ઉંચાઈએ ઉડી શકે છે. આ સૂટ દરેક સીઝનમાં કામ કરે છે. 40 કિલોગ્રામ સુધીનું વજન ધરાવતા જેટપેક સૂટની મદદથી સેનાનાં જવાનો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સતત 10 મિનિટ સુધી ઉડી શકે છે. જેટ પેક પોતાની સાથે 80 કિલોગ્રામ સુધીનું વજન ઉંચકીને ઉડી શકે છે. પહાડ, રણ અને બરફથી આચ્છાદિત વિસ્તારોમાં પણ આ સૂટ કામ કરે છે.

કેવી રીતે કામ કરે છે જેટપેક સૂટ? તે જાણો.. જેટપેક સૂટ ગેસ કે પ્રવાહી ઈંધણથી ચાલે છે. તેનું ટર્બાઈન એન્જિન લગભગ 1000 હોર્સપાવરની ઉર્જા ઉત્પન્ન કરે છે. સૂટનો કન્ટ્રોલ જવાનનાં હાથમાં જ હોય છે. તેને પહેરીને જવાન 10થી 15 મીટરની ઉંચાઈ સુધી ઉડી શકે છે. આ સૂટની મદદથી જવાનો સરહદ પરના સંવેદનશીલ વિસ્તારો, પહાડોમાં તેમજ જંગલોમાં સર્વેલન્સની કામગીરી સરળતાથી કરી શકશે. આ સૂટ પહેરીને ઉડતી વખતે જવાનો કોઈ પણ પ્રકારે હુમલો નથી કરી શકતા. જો કે ભવિષ્યમાં આ ક્ષમતા પણ વિકસાવી શકાય છે. ભારત ખરીદશે જેટ પેક સૂટ?.. ભારતીય સેનાએ 48 જેટલા જેટ પેક સૂટ ખરીદવા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. આ સૂટને ઉત્તર ભારતમાં ચીન સરહદે તૈનાત જવાનોને સોંપવામાં આવે તેવી શક્યતા છે. બેંગલુરુમાં ચાલી રહેલા એરો ઈન્ડિયા શોનાં ઈન્ડિયા પેવેલિયનમાં જેટપેક સૂટ પહેરેલા સૈનિકનું મોડેલ પ્રદર્શન માટે મૂકવામાં આવ્યું છે. યુકેની કંપની ગ્રેવિટી ઈન્ડસ્ટ્રીઝ દુનિયાની એકમાત્ર એવી કંપની છે, જે જેટ પેક સૂટ બનાવીને દુનિયાભરની સેનાઓને સપ્લાય કરે છે. કંપનીનાં સ્થાપક રિચાર્ડ બ્રાઉનિંગે 2016માં આ સૂટ તૈયાર કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપતિને દહેજમાં મળેલા ઘરેણાં પર કેરળ હાઈકોર્ટે પોતાનો નિર્ણય જણાવ્યો અને આદેશ આપ્યો
Next articleરાજકોટમાં અમુલ ઇન્ડસ્ટ્રીઝ માં લાંબા સમયથી કર્મચારીઓને પગાર ચૂકવાયો નથી કર્મીઓએ MDના ઘર બહાર ધરણા કર્યા