Home ગુજરાત બેંક ઓફ ઇન્ડિયાની સાદરા શાખાનું ATM રામભરોસે…!! ના ગાર્ડ ના લાઇટ

બેંક ઓફ ઇન્ડિયાની સાદરા શાખાનું ATM રામભરોસે…!! ના ગાર્ડ ના લાઇટ

714
0

(જી.એન.એસ,કાર્તિક જાની)ગાંધીનગર,તા.૧
એટીએમ એટલે કે 24 કલાક સુવિધા આપવા વાળું સાધન.ATM રાત હોય કે દિવસ 24 કલાક ચાલુ હોય છે. પરંતુ કેટલીક જગ્યા એવી છે જ્યાં ATM ની સુવિધા હોય છે પરંતુ પ્રથમીક સુવિધાના કારણે ATM વિરાન જેવો લાગે છે. આપણે વાત કરીએ ગાંધીનગર જિલ્લાના સાદરા ગામની જ્યાં ATM તો છે પરંતુ ATM ની અંદરના ભાગમાં લાઈટની વ્યવસ્થા નથી.અંધારામય ATMમા નાણાં કાઢવા વાળા વ્યક્તિને પોતાના મોબાઇલથી લાઇટની વ્યવસ્થા કરવી પડે છે. સાદરા મુકામે આવેલ BANK OF INDIA ના એટીએમની કોઈ દેખરેખ રાખવા વાળું પણ નથી ત્યાં સિક્યુરિટી ગાર્ડ પણ નથી જેના ઉપર કેમ બેંક ઓફ ઇન્ડિયા સેન્ટરનું ધ્યાન નથી જતું ? આ જોતા તો એવું લાગે છે કે ATM લૂંટના બનાવોને જાતે જ બેન્ક એક પ્રોત્સાહન આપે છે. જેથી વારંવાર ચોરી કરનાર લોકો ATM ને લૂંટી જાય છે. અને પોલિસ તમાશો જોતી રહે છે. આજ કાલ લૂંટના તેમજ ચોરીના બનાવો વધતા જાય છે તેમજ પોલીસ પણ આ ગુનાઓ રોકવામાં અસફળ દેખાઈ રહી છે ત્યારે હજુ પણ ઘણા એવા વિસ્તારો છે કે જયાં પોલીસ ચોકી નજીક હોવા છતાં બેન્ક ના એ.ટી.એમ તોડી લૂંટ કરી જતા હોય છે. ગાંધીનગર નજીક આવેલ સાદરા ગામે બેંક ઓફ ઇન્ડિયા આવેલી છે અને ત્યાં એ.ટી.એમ પણ છે અને એની નજીક પોલીસ ચોકી પણ છે.અને ત્યાં એકદમ અંધારામય છે.GNS ન્યુઝ પાસે કેટલાક ફોટા એવા આવ્યા છે જેના દ્વારા અનુમાન લગાવી શકીયે કે આ સાદરાનું ATM છે કે પછી કોઈ ઓરડી બનાવી છે .તેજ સમજાતું નથી.આપણે અવાર નવાર ATM તોડાયાની ઘટનાઓ સામે આવી છે. દેશની સૌથી મોટી બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 21 મી સદી ની સાથે તાલથી તાલ મિલાવીને ચાલવા માંગે છે એવામાં એક અનોખી ઘટના સામે આવી છે. સરકારી ખાતા ની બેંક ઓફ ઇન્ડિયા ની સાદરા મુકામે ની શાખાના ATM  મા અંધેર…!! આ વાંચીને તમને જરૂર અજુકતું લાગશે પણ આ એક નગ્ન સત્ય છે. બેંક ઓફ ઇન્ડિયાની સાદરા બેંકના ATM માં જોવા માટે લાઈટ જ નથી. સમાચારો ની દુનિયા માં ATM એક મહત્વપૂર્ણ મુદ્દો બની લોકોને ભય માં રાખે છે.જો આ સાદરના બેન્ક ઓફ ઇન્ડિયાના એ.ટી.એમમાં કોઈ ઘટના બનશે તો તેનું જવાબદાર કોણ..? કેમ બેન્ક દ્વારા આટલી લાપરવાહી રાખવામાં આવી છે..? કેમ બેંકે એ.ટી.એમ ઉપર સિક્યુરિટી ગાર્ડ રાખેલ નથી.શુ બેન્ક એ દિવસની રાહ જોઈ રહી છે કે કોઈ મોટી ઘટના બને પછી જ સુરક્ષામાં વધારો કરવાનો..? હવે જોવાનું રહ્યું કે બેન્ક દ્વારા કોઈ સુરક્ષાના પગલાં ભરશે.કે કેમ..? કે પછી આમને આમ લાલીયાવાડી જ ચાલશે..?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field