Home ગુજરાત બુડિયા-ગભેણી અંડરપાસનું કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

બુડિયા-ગભેણી અંડરપાસનું કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

46
0

(જી.એન.એસ) તા. 18

સુરત,

કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના હસ્તે 40 કરોડના ખર્ચે નવો તૈયાર કરવામાં આવેલ બુડિયા-ગભેણી અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બુડિયા ચોકડી નજીક આવેલી રામજી વાડી ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ અંડરપાસના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે કહ્યું હતું કે, આજે બ્રિજના લોકાર્પણ પ્રસંગે 1967 યાદ આવ્યું છે. જે સમયે મારા પિતા સચિન GIDC પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. 58 વર્ષની યાદ આજે તાજી થઈ છે. સચિન એક નાનું ગામ જેમાં કાંઠા વિસ્તારના ગામોમાં ક્રિકેટ રમવા જતા હતા તે ગામોનો વિક્સ થશે તેવી કલ્પના ન હતી. આજે દેશનો વિકાસ થયો, તેમાં કોઈ કલ્પના અને સપનામાં પણ ન જોઈ શકે તેવું વાતાવરણ અહી દેશમાં છે. આજે 25 કિલોમીટરના અંતરમાં દેશના કોઈ પણ ખૂણામાં વિકાસના કામો જોવા મળશે. જેમાં અગાઉની રાજ્ય અને કેન્દ્ર સરકારમાં બ્રિજ તૂટી તો ન જાય એવી પહેલા શંકા થતી હતી. નીતિન ગડકરીના મંત્રાલય દ્વારા નિર્માણ કરવામાં આવેલ બ્રિજ કલ્પના બહારના છે. અંગ્રેજોના સમયમાં ડબલ ડેકર બ્રિજ જર્જરિત હતા, તે આજે નવનિર્મિત જોવા મળી રહ્યા છે.

આજે ઇન્ડસ્ટ્રીઝના લોકોએ સહયોગ આપ્યો છે. તમામ જરૂરિયાત પૂરી કરવામાં લોકલ બોડી અને રાજ્ય સરકારે ઘણું કામ કર્યું છે. આજે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સારી છે કોઈને ભય નથી. ઉમરગામ, વાપી અને વલસાડ સુધી ડીપસીની પાઇપ લાઇન નાખવાની કામગીરી થઇ છે. જે પાંચ હજાર કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવી રહી છે. નેશનલ હાઇવેની આજુબાજુના વિસ્તારોમાં ડેવલપ થયું છે. બ્રીજના કારણે આજે સગવડ ઊભી થઈ છે. આજે તેના કારણે સમયની બચત થશે. ટ્રાફિકના નિયમોનું પાલન કરતા આ સુવિધાઓ મળી છે. જે સુવિધાઓનો ઉપયોગ આપણે સૌએ કરવો જોઈએ. આ ગામના કેટલાક એવા લોકો હશે જે પોતાના સ્વજનો અકસ્માતમાં ગુમાવ્યા છે. જે અકસ્માતોની ઘટના હવે ઘટશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field