Home ગુજરાત બીલીયા ગામની એક વાડીમાં અત્યારથી જ આંબા ઉપર કેરી આવી

બીલીયા ગામની એક વાડીમાં અત્યારથી જ આંબા ઉપર કેરી આવી

23
0

ખેડુતે સંપૂર્ણ ઓર્ગેનિક રીતે ગાયના છાણ અને ગૌ આધારિત ખેતી કરી હોવાનું જણાવ્યું

(જી.એન.એસ),તા.૦૯

વલસાડ,

ગ્લોબલ વોર્મિંગ અને બદલતા ક્લાઈમેટ ચેન્જની સીધી અસર ખેતી પર થઇ રહી છે. છેલ્લા એક દાયકાથી કમોસમી વરસાદ અને હવામાનના બદલાવના કારણે ફળોનો રાજા એટલે વલસાડી આફૂસના પાકને ભારે અસર થઇ રહી છે. ફળોના રાજા કેરીની સીઝન શરૂ થવાને હજુ મહિનાઓની વાર છે. જોકે વાડીઓના પ્રદેશ વલસાડ જિલ્લામાં એક વાડીમાં જાણે ચમત્કાર જોવા મળ્યો હોય તેમ અત્યારથી જ આંબાઓ પર કેરીઓ બેસી ગઈ છે. અને એક મહિના બાદ આંબા ઉપરથી કેરીઓ બજાર સુધી પહોંચશે તેમ લાગી રહ્યું છે. રાજ્યના છેવાડે આવેલો વલસાડ જિલ્લો વાડીઓનો પ્રદેશ માનવામાં છે. વલસાડની આફૂસ કેરી સ્વાદ માટે જગવિખ્યાત છે. દુનિયાભરના સ્વાદ રસિકોને વલસાડની કેરી ઘેરુ લગાવે છે. વલસાડ જિલ્લામાં 30 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં આંબાવાડી આવેલી છે. જિલ્લાનો મુખ્ય પાક પણ કેરી છે. અત્યારે જિલ્લાના લગભગ તમામ વાડીઓમાં આંબાઓ પર મોર ઝૂલી રહ્યા છે. જિલ્લામાં કેરીની સીઝન સામાન્ય રીતે એપ્રિલ મહિનાના અંત અને મે મહિનાના શરૂઆતમાં થતી હોય છે. જોકે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના બીલીયા ગામની એક વાડીમાં અત્યારથી જ આંબા ઉપર કેરી બેસી ગઈ છે. બીલીયાના પ્રગતિશીલ ખેડૂત તેવા રાજેશભાઈ શાહના વાડીમાં અત્યારથી જ આંબા ઉપર કેરીઓ ઝુલી રહી છે. જિલ્લાના અન્ય વિસ્તારમાં ખેડૂતોએ પોતાની વાડીમાં  કેરી આવવાને હજુ રાહ જોવી પડશે. પરંતુ આ પ્રગતિશીલ ખેડૂતના વાડીમાં એક મહિના બાદ કેરી બજારમાં પણ આવી જશે તેવું ખેડૂત જણાવી રહ્યા છે. જોકે આ વાડીમાં વહેલી કેરી આવવાનું પણ વિશેષ કારણ છે. કારણ કે વાડી જે જગ્યા પર આવેલી છે તે ડુંગરની ટોચ પરનો વિસ્તાર છે. અહીંની દરિયા કિનારા નજીકની આબોહવા પૂરેપૂરી રીતે કેરીના પાકને માફક આવી રહી છે.

મહત્વપૂર્ણ છે કે, રાજ્યમાં સૌપ્રથમ મહારાષ્ટ્રના દેવગઢ અને રત્નાગીરી વિસ્તારની કેરી બજારમાં આવે છે. રત્નાગીરી અને દેવગઢમાં કેરીના પાકને અનુકૂળ વાતાવરણ હોવાથી અહીં કેરીનો પાક વહેલો તૈયાર થઈ જાય છે. જોકે ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં કેરીની સીઝન મે મહિના બાદ ચાલુ થાય છે. પરંતુ રાજેશભાઈની વાડીની કેરી હવે ટૂંક સમયમાં બજારમાં પણ આવી જશે અને ઊંચા ભાવે પણ કેરી વેંચાશે. આથી તેમને  મોટો ફાયદો થશે તેમ માની રહ્યા છે. આંબા પર કેરી કેવી રીતે વહેલી આવી તે વિશે કૃષિ નિષ્ણાત ધર્મેશ છાજેટ કહે છે કે, પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ પણ અગાઉ પોતાની વાડીમાં રાસાયણિક ખાતર અને કેમિકલ દવાઓનો છંટકાવ કરતા હતા. પણ એ વખતે કેરીનું ઉત્પાદન ઓછું આવતું હતું. સાથે રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગને કારણે જમીનને પણ નુકસાન થઈ રહ્યું હતું. પરંતું છેલ્લા કેટલાક સમયથી પોતાની વાડીમાં કેરીના પાકમાં રાસાયણિક ખાતર અને કેમિકલ દવાઓને તિલાંજલિ આપી દીધી છે. તેઓએ સંપૂર્ણ ઓર્ગેનિક રીતે ગાયના છાણ અને ગૌ આધારિત ખેતી કરી અને તેમને તેનું પરિણામ પણ મળવાની શરૂઆત થઈ છે. આજુબાજુની અન્યવાળીઓ કરતા આ વાડીમાં જમીન પણ ફળરૂપ ફળદ્રુપ બની છે. સાથે જ વાડીના લગભગ તમામ આંબા ઉપર મોર પણ બેસી ગયા હતા. અને જિલ્લાની અન્ય વાડીઓની સરખામણીમાં આંબા ઉપર કેરી પણ રહેલી બેસી ગઈ છે. સંપૂર્ણ ઓર્ગેનિક રીતે પાકતી આ કેરીનું ઉત્પાદન પણ વધુ મળે છે. અને સાથે સ્વાદમાં પણ તે અન્ય કેરીની સરખામણીમાં મીઠી હોય છે. અને બજારમાં વહેલી આવી જતી હોવાથી તે ઊંચી કિંમતે બજારમાં વેચાય છે.

વલસાડ જિલ્લાના લગભગ તમામ વિસ્તારોમાં વાડીઓમાં અત્યારે આંબા ઉપર મોર ઝૂલી રહ્યા છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં આંબા ઉપર કેરી બેસવાને હજુ વાર છે. જોકે રાજેશભાઈની વાડીમાં વહેલી કેરી આવી જતા આસપાસના વિસ્તારના ખેડૂતો આ વાડીમાં આંબા ઉપર ઝૂલી રહેલી કેરીના પાકને જોવા આવે છે. અને કેવી રીતે અહીં કેરી વહેલી આવે છે તે અંગે માર્ગદર્શન પણ મેળવે છે. આસપાસના વિસ્તારના ખેડૂતો પણ રાજેશભાઈની વાડીમાં આવી અને માર્ગદર્શન મેળવે છે. અને પોતાની વાડીમાં પણ ઓર્ગેનિક ખાતર કે કેમિકલ દવાઓના છંટકાવને તીલાંજલી આપી ઓર્ગેનિક ખેતી તરફ વળવા મન બનાવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી ખેતીમાં કેમિકલ દવાઓ અને રાસાયણિક ખાતરનો આડેધડ ઉપયોગ થાય છે. તેથી પર્યાવરણને પણ નુકસાન થાય છે .અને સાથે જ આ ઝેરી દવાઓને કારણે તેની આડઅસર પણ વર્તાય છે .જોકે કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ હવે રાસાયણિક ખાતર અને કેમિકલ દવાઓના છંટકાવને તીલાંજલી આપી હવે સંપૂર્ણ રીતે ઓર્ગેનિક ખેતી કે કુદરતી રીતે ખેતી તરફ વળી રહ્યા છે. પરિણામે તેના ફાયદા પણ વધી રહ્યા છે .અને ખેડૂતોએ અને ઉત્પાદનમાં વધારેની સાથે પાકની ગુણવત્તાને પણ  પણ તેનો ફરક દેખાય છે .આથી અન્ય ખેડૂતો પણ જો કેમિકલ દવાઓ કે રાસાયણિક ખાતરને બદલે ઓર્ગેનિક ખેતી તરફ વળે તો આવનાર સમયમાં ખેતીમાં ખેડૂતોને બમ્પર લાભ થઈ શકે તેમ મનાઈ રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરવિન્દ્ર જાડેજા અને રીવાબા સાથે મારે કોઈ સંબંધ નથી : અનિરુદ્ધ સિંહ
Next articleરાજકોટમાં આરોગ્ય વિભાગે શંકાસ્પદ ઘીના નમૂના લીધા