Home ગુજરાત ઉત્તર ગુજરાત બીડજ ગામ પાસે આવેલા એક ફાર્મ હાઉસમાંથી 9.44 લાખનો દારૂ પકડાયો

બીડજ ગામ પાસે આવેલા એક ફાર્મ હાઉસમાંથી 9.44 લાખનો દારૂ પકડાયો

22
0

(જી.એન.એસ)તા.૨૫

નડિયાદ,
ખેડાના બીડજ ગામે ફાર્મ હાઉસની ઓરડીમાંથી રૂ. ૯.૪૪ લાખની કિંમતની વિદેશી દારૂની ૫,૦૭૬ બોટલો ખેડા ટાઉન પોલીસે ઝડપી પાડી હતી. જોકે, ઘટનાસ્થળેથી કોઈ શખ્સ ઝડપાયો નહતો. ત્યારે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો પરંતુ કોઈ શખ્સ હાજર મળી ન આવતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા છે. બીડજ ગામે એનડીડીબી ગૌશાળા આશ્રમ સામે આવેલા દિલીપભાઈ પટેલના ફાર્મમાં ઘાસચારો ભરવાની ઓરડીમાં વિદેશી દારૂ ઉતારી, કટિંગ કરી, સપ્લાય કરવામાં આવી રહ્યો હોવાની બાતમી ખેડા ટાઉન પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે સોમવારે મોડી સાંજે ફાર્મહાઉસમાં દરોડો કર્યો હતો. જેમાં ઓરડીમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની- મોટી ૫,૦૭૬ બોટલો મળી આવી હતી. જોકે, દરોડા દરમિયાન ફાર્મ હાઉસના માલિક દિલીપ પટેલ કે અન્ય કોઈ પણ શખ્સ હાજર મળી આવ્યા નહતા. પોલીસે રૂ. ૯,૪૪,૪૦૦ની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરી, ગુનો નોંધી ફાર્મ હાઉસના માલિક, દારૂની કટિંગ કરનાર બુટલેગર સહિતના શખ્સોને શોધવા તપાસ હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field