Home રમત-ગમત Sports બીજી ટેસ્ટમાં પાક.નો ઇનિંગ્સથી વિજય, લેફ્ટ આર્મ સ્પિનર નોમાન અલી ઝળક્યો

બીજી ટેસ્ટમાં પાક.નો ઇનિંગ્સથી વિજય, લેફ્ટ આર્મ સ્પિનર નોમાન અલી ઝળક્યો

18
0

(GNS),28

લેફ્ટ આર્મ સ્પિનર નોમાન અલીને તેની ટેસ્ટ કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કરીને સાત વિકેટ ખેરવતાં પ્રવાસી પાકિસ્તાને અહીં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટમાં ગુરુવારે શ્રીલંકાને એક ઇનિંગ્સ અને 222 રનના વિશાળ માર્જીનથી હરાવ્યું હતું. આ સાથે પાકિસ્તાને બે ટેસ્ટની સિરીઝ 2-0થી જીતી લીધી હતી. સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ટેસ્ટના ચોથા દિવસે શ્રીલંકાને ઇનિંગ્સના પરાજયથી બચવા માટે 411 રન કરવાના હતા પરંતુ તેના તમામ ખેલાડી 188 રનના સ્કોરે આઉટ થઈ ગયા હતા. નોમાન અલીએ 70 રનમાં સાત વિકેટ ખેરવી હતી. હકીકતમાં શ્રીલંકાની પ્રથમ સાતેય વિકેટ નોમાને ઝડપી હતી અને એક સમયે તે ઇનિંગ્સની દસેય વિકેટ ખેરવી દેશે તેવી અપેક્ષા રખાતી હતી પરંતુ નસીમ શાહે બાકીની ત્રણ વિકેટ ઉપરા ઉપરી ખેરવી દેતાં નોમાનને તક સાંપડી ન હતી. પાકિસ્તાનની એકમાત્ર ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારનારા અબ્દુલ્લાહ શફીકને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો જ્યારે આગા સલમાનને મેને ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. સલમાને આ મેચમાં સદી ફટકારી હતી.

ગુરુવારે સવારે પાકિસ્તાને તેનો પ્રથમ દાવ પાંચ વિકેટે 563 રનના સ્કોરથી આગળ ધપાવ્યા બાદ મોહમ્દમ રિઝવાને અડધી સદી પૂરી કરી તે સાથે પાંચ વિકેટે 576 રનના સ્કોરે ડિકલેર કરી દીધો હતો. સવારના તબક્કામાં પાકિસ્તાન બે ઓવર રમ્યું હતું અને તેમાં તમામ રન રિઝવાને ફટકાર્યા હતા. આમ પાકિસ્તાનને 410 રનની જગી સરસાઈ પ્રાપ્ત થઈ હતી. બીજા દાવમાં શ્રીલંકાએ નોંધપાત્ર પ્રારંભ કર્યો હતો. નિશાન મદુશંકા અને કેપ્ટન દિમુથ કરુણારત્નેની ઓપનિંગ જોડીએ 69 રનની ભાગીદારી નોંધાવતાં શ્રીલંકા પ્રતિકાર કરશે તેવી અટકળ શરૂ થઈ ગઈ હતી જોકે નોમાન અલી બોલિંગમાં આવ્યો તે સાથે જ ગૃહટીમના પતનનો પ્રારંભ થઈ ગયો હતો. મદુશંકાએ 33 અને કરુણારત્નેએ 41 રન ફટકાર્યા હતા તો શ્રીલંકા માટે સૌથી વધુ પ્રતિકાર ભૂતપૂર્વ સુકાની એંજેલો મેથ્યુઝે કર્યો હતો. તેણે છેક સુધી મચક આપી ન હતી. મેથ્યુઝ શ્રીલંકન ઇનિંગ્સ સમાપ્ત થઈ ત્યાં સુધી બેટિંગ કરતો રહ્યો હતો. તેણે 127 બોલમાં સાત ચોગ્ગા અને બે સિક્સર સાથે 63 રન ફટકાર્યા હતા. પાકિસ્તાન માટે નોમાન અલીએ 70 રનમા સાત વિકેટ ઝડપી હતી તો નસીમ શાહે અંતિમ ત્રણ વિકેટ ખેરવી હતી. અગાઉ સાઉથ આફ્રિકાએ 1993માં શ્રીલંકાને એક ઇનિંગ્સ અને 208 રનથી હરાવ્યું હતું તો 2017માં ભારતે એક ઇનિંગ્સ અને 171 રનથી તથા 2000માં પાકિસ્તાને એક ઇનિંગ્સ અને 163 રનથી વિજય હાંસલ કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article6 એક્ટ્રેસ સની દેઓલ સાથે નહોતી કરવા માંગતી કામ, કારણ છે ચોકાવનારું
Next articleવિદેશી ધરતી પર કોહલીના ફોર્મ અંગેના સવાલથી ટીમનો સુકાની રોહિત શર્મા અકળાઈ ગયો