બીજી ટી20માં ઓસ્ટ્રેલિયાનો શાનદાર વિજય થયો
(જી.એન.એસ),તા.૨૫
મુંબઈ,
ટ્રેવિસ હેડની આક્રમક બેટિંગ બાદ સ્પિનર એડમ ઝમ્પાને બોલિંગમાં તરખાટ મચાવતા પ્રવાસી ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે અહીં રમાયેલી બીજી ટી20 ક્રિકેટ મેચમાં ન્યૂઝીલેન્ડને 72 રનથી હરાવ્યું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ હાંસલ કરી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ 19.5 ઓવરમાં ઓલઆઉટ થતાં અગાઉ 174 રન નોંધાવ્યા હતા જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમનો ધબડકો થયો હતો અને 17મી ઓવર સુધીમાં 102 રનના સ્કોરે તેના તમામ બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. ઝમ્પાએ ચાર વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડ માટે એક માત્ર ગ્લેન ફિલિપ્સ લડત આપી શક્યો હતો અને તેણે 42 રન ફટકાર્યા હતા. જેમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સરનો સમાવેશ થતો હતો. જોશ ક્લાર્કસને દસ અને ટ્રેન્ટ બોલ્ટે 16 રન ફટકાર્યા હતા તે સિવાયનો એકેય કિવિ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યો ન હતો.
અગાઉ ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડે આક્રમક પ્રારંભ કર્યો હતો. જોકે તેને સામે છેડેથી યોગ્ય સહકાર સાંપડ્યો ન હતો કેમ કે પ્રવાસી ટીમે પણ નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. ટ્રેવિસ હેડે 22 બોલમાં પાંચ સિક્સર સાથે 45 રન ફટકાર્યા હતા. તેને કારણે જ સાતમી ઓવરમાં તેના આઉટ થતી વખતે ટીમનો સ્કોર 85 ઉપર પહોંચી ગયો હતો. કેપ્ટન મિચેલ માર્શે મહત્વનું યોગદાન આપીને 21 બોલમાં 26 રન ફટકાર્યા હતા જ્યારે પેટ કમિન્સ 22 બોલમાં પાંચ ચોગ્ગા સાથે 28 રન ફટકારીને આઉટ થયો હતો. ન્યૂઝીલેન્ડના બોલર્સે કોઈ કસર બાકી રાખી ન હતી. લોકી ફર્ગ્યુસને માત્ર 12 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી તો એડમ મિલ્ને, બેન સિયર્સ અને કેપ્ટન મિચેલ સેન્ટનરે બે બે વિકેટ લીધી હતી. ત્રણ મેચની ટી20 સિરીઝની અંતિમ મેચ રવિવારે રમાશે અને ત્યાર બાદ 29મી ફેબ્રુઆરીથી બંને ટીમ વચ્ચે બે ટેસ્ટની સિરીઝનો પ્રારંભ થશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.