Home ગુજરાત બીએસએફના એડવેન્ચર બૂટ કેમ્પના તાલીમાર્થીઓની રાજ્યપાલશ્રી સાથે ગોષ્ઠિ

બીએસએફના એડવેન્ચર બૂટ કેમ્પના તાલીમાર્થીઓની રાજ્યપાલશ્રી સાથે ગોષ્ઠિ

23
0

દેશને શિસ્તબદ્ધ યુવાનોની જરૂર છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

(જી.એન.એસ),તા.૨૨

ઉદયપુર,

સીમા સુરક્ષા દળના એડવેન્ચર બૂટ કેમ્પમાં ભાગ લેનાર સર પદમપત સિંઘાનિયા યુનિવર્સિટી, ઉદયપુરના વિદ્યાર્થીઓને સંબોધતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, દેશને શિસ્તબદ્ધ યુવાનોની જરૂર છે. બી.એસ.એફ.ના બૂટ કેમ્પથી યુવાનોને રાષ્ટ્રીય એકતા, દેશભક્તિ અને અનુશાસનનું મહત્વ સમજાય છે. તેમણે અન્ય યુવાનોને પણ બૂટ કેમ્પ માટે પ્રેરિત કરવા અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રની સરહદોનો યુવાનોને પરિચય થાય અને દેશની સુરક્ષા સંભાળતા સીમા સુરક્ષા દળ સાથે યુવાનો જોડાય એવા ઉદ્દેશ સાથે બીએસએફ દ્વારા બૂટ કેમ્પ યોજાય છે. સીમા સુરક્ષા દળ, ગુજરાત દ્વારા ત્રીજા બૂટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલાં કૃષિ વિશ્વવિદ્યાલય, દાંતીવાડા અને કર્ણાવતી વિશ્વવિદ્યાલય, ગાંધીનગરના યુવાનો બૂટ કેમ્પનો લાભ લઈ ચૂક્યા છે.
સર પદમપત સિંઘાનિયા વિશ્વવિદ્યાલય, ઉદયપુરના યુવાનોએ બૂટ કેમ્પ દરમિયાન સીમા સુરક્ષા દળના સીમા પ્રહરિઓની કઠિન જીવનશૈલીનો પરિચય મેળવ્યો હતો. કેમ્પ દરમિયાન યુવાનોને શારીરિક પ્રશિક્ષણ, યોગ અને હથિયારોનો પરિચય અપાયો હતો. ત્રણ દિવસના રોમાંચક બૂટ કેમ્પ દરમિયાન નડાબેટ સીમા દર્શન અને સરહદ ભ્રમણ કરાવાયું હતું. યુવાનોમાં નેતૃત્વક્ષમતા, દેશભક્તિ સૈન્ય કૌશલ્ય તથા અનુશાસન જેવા ગુણો વિકસે એવી તાલીમ અને પ્રયત્નો આ કેમ્પ દરમિયાન કરવામાં આવ્યા હતા.
યુવાનોએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે સંવાદ કર્યો હતો અને પોતાના અનુભવો વર્ણવ્યા હતા. આ અવસરે બીએસએફના ગુજરાત ફ્રન્ટીયરના ડીઆઈજી પીએસઓ શ્રી રાજેશ શર્મા, સેક્ટર હેડ ક્વાર્ટર ડીઆઇજી શ્રી ભૂપેન્દ્રસિંહ, ૧૨૩ બટાલિયનના કમાન્ડન્ટ શ્રી ગુરિન્દ્રસિંહ, ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી રિતેશ રંજન અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ શ્રી મનદીપ જાખર ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રથમ ટી20 ક્રિકેટ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે પ્રવાસી ઓસ્ટ્રેલિયાનો છ વિકેટે રોમાંચક વિજય
Next articleગાંધીનગર મહાનગરપાલિકા ખાતે મેયરશ્રી હિતેશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને વર્ષ 2024-25 ની બજેટની મંજૂરી અંગેની “સામાન્ય સભા” મળી