Home દુનિયા - WORLD બીએપીએસ સંસ્થાના સ્વામી બ્રહ્મવિહારીદાસે મલેશિયામાં યોજાયેલ ધાર્મિક પરિષદમાં ભારત અને યુએઈનું પ્રતિનિધિત્વ કર્યું

બીએપીએસ સંસ્થાના સ્વામી બ્રહ્મવિહારીદાસે મલેશિયામાં યોજાયેલ ધાર્મિક પરિષદમાં ભારત અને યુએઈનું પ્રતિનિધિત્વ કર્યું

48
0

(જી.એન.એસ) તા. 16

કુઆલાલંપુર,

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી બ્રહ્મવિહારીદાસે મલેશિયાના કુઆલાલંપુરમાં આયોજિત ‘વિવિધતામાં એકતા’ પરિષદમાં હિન્દુ ધર્મ અને ભારત અને યુએઈનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. આ પ્રંસગે આંતરરાષ્ટ્રીય ધાર્મિક નેતાઓ પણ જોડાયા હતા. આ પરિષદમાં પ્રથમ સૌથી મોટી કોન્ફરન્સ હતી. જેમાં 60 દેશોના 2,000 થી વધુ ધાર્મિક નેતાઓ અને બૌદ્ધિક વિદ્વાનોને એકઠા કરવામાં થયા હતા. જેમાં બ્રહ્મવિહારીદાસે 10 મીનિટ ભાષણ આપ્યું હતુ.

મલેશિયાના કુઆલાલંપુરમાં 7 મે, 2024ના રોજ આયોજિત ધાર્મિક નેતાઓની આંતરરાષ્ટ્રીય પરિષદમાં સંત હિન્દુ ધર્મ અને ભારત અને યુએઈ બંનેનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પરિષદ પેટલિંગ જયામાં સનવે રિસોર્ટ હોટેલમાં યોજાઈ હતી. કોન્ફરન્સનો ઉદ્દેશ્ય ‘વિવિધતામાં એકતા’ અને વૈશ્વિક સંવાદિતા માટે સંસ્કૃતિના જોડાણને પ્રોત્સાહન આપવાનો હતો, ત્યારે આ પ્રસંગે ભારત અને યુએઈનું પ્રતિનિધિત્વ કરતા બ્રહ્મવિહારીદાસ સ્વામીએ ભાષણ આપ્યું હતુ.

સાર્વત્રિક મૂલ્યો દ્વારા સામાજિક વિભાજનને દૂર કરવામાં ધાર્મિક નેતાઓએ આગળ આવવા અને સક્રિય અને હિંમતવાન ભૂમિકા ભજવવાની જરૂરિયાત પર ભાર મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મલેશિયાના વડા પ્રધાને કહ્યું હતુ કે “આના જેવી પરિષદમાં, અમે મુસ્લિમો, ખ્રિસ્તીઓ, બૌદ્ધો અથવા હિન્દુઓમાં જે વસ્તુઓ કરવાની જરૂર છે અને સુધારવાની જરૂર છે તેનું અવલોકન કરી શકીએ છીએ. ધાર્મિક નેતાઓની ફરજ છે કે તે સુનિશ્ચિત કરે કે શાસન મજબૂત અને નૈતિક થાય.

મલેશિયાના વડા પ્રધાન, એચઈ દાતુક અનવર ઈબ્રાહિમ અને મુસ્લિમ વર્લ્ડ લીગ (એમડબલ્યુએલ) ના મહાસચિવ અને મુસ્લિમ વિદ્વાનોના સંગઠનના અધ્યક્ષ, એચઈ શેખ ડૉ. મોહમ્મદ અબ્દુલકરીમ સહિતના લોકએ આ પરિષદનું ધ્યાન કેન્દ્રિત હતું. ઉગ્રવાદને સંબોધવા અને સંઘર્ષોને સમજણ, સહકાર અને એકતામાં પરિવર્તિત કરવા માટે મધ્યસ્થતા અને સહઅસ્તિત્વના મૂલ્યોને એક કરવાની જરૂરિયાત પર ભાર આપવામાં આવ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાકિસ્તાનના સંસદ સભ્ય મુસ્તફા કમાલે, નેશનલ એસેમ્બલીમાં પાકિસ્તાનની શિક્ષણ પ્રણાલીની આકરી ટિકા કરીને ભારતના વખાણ કર્યા
Next articleભારતીય ફૂટબોલ ટીમના સ્ટાર ખેલાડી અને કેપ્ટન સુનીલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી કરી નિવૃત્તિની જાહેરાત