Home દેશ - NATIONAL બિહાર વિધાનસભામાં કુલ 3.17 લાખ કરોડનું બજેટ રજૂ; મહિલાઓ માટે ખાસ જાહેરાતો

બિહાર વિધાનસભામાં કુલ 3.17 લાખ કરોડનું બજેટ રજૂ; મહિલાઓ માટે ખાસ જાહેરાતો

6
0

(જી.એન.એસ) તા. 3

પટના,

બિહાર વિધાનસભામાં નાણામંત્રી સમ્રાટ ચૌધરીએ કુલ 3 લાખ 17 હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું, આ વર્ષનું બજેટ ગયા વર્ષ કરતા 38 હજાર 167 કરોડ રૂપિયા વધુ છે. બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન સમ્રાટ ચૌધરીએ કહ્યું કે આ વર્ષનું બજેટ 3.17 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે 2005 પહેલા બજેટ માત્ર 23 હજાર કરોડ રૂપિયા હતું.

  • બિહાર બજેટમાં કયા વિભાગને કેટલા ફાળવવામાં આવ્યા- આરોગ્ય વિભાગ – 20,335 કરોડ રૂપિયા
  • શહેરી અને ગ્રામીણ રસ્તાઓ – 17,908 કરોડ રૂપિયા
  • ગૃહ વિભાગ – 17,837 કરોડ રૂપિયા
  • ગ્રામીણ વિકાસ વિભાગ – 16,093 કરોડ રૂપિયા
  • ઉર્જા વિભાગ – 13,483 કરોડ રૂપિયા

નાણામંત્રીએ કહ્યું કે બજેટનું કદ સતત વધી રહ્યું છે અને બિહાર પણ વધી રહ્યું છે આનાથી બિહારના વિકાસને વેગ મળશે. તેમણે કહ્યું કે આ વર્ષનું બજેટ ગત વર્ષના બજેટ કરતા 38,169 કરોડ રૂપિયા વધુ છે. આ બજેટ બિહારના તમામ ગરીબો, યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને વૃદ્ધોની આકાંક્ષાઓનું બજેટ છે. બજેટમાં મહિલાઓ માટે પણ ખાસ જાહેરાતો કરવામાં આવી છે.

સાથેજ તેમણે કહ્યું હતું કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં બસ સ્ટેન્ડને તબક્કાવાર રીતે આધુનિક રીતે વિકસાવવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ (MSP) નક્કી કરીને રાષ્ટ્રીય સહકારી ગ્રાહક સંઘ (NCCF), NAFED વગેરે સાથે સંકલન કરવામાં આવશે. રાજ્યના તમામ સબ-ડિવિઝન અને બ્લોકમાં તબક્કાવાર કોલ્ડ સ્ટોરેજ સ્થાપિત કરવામાં આવશે.

વધુમાં નાણામંત્રી સમ્રાટ ચૌધરીએ જણાવ્યું કે મહિલા સૈનિકો માટે રહેણાંક સુવિધાઓ અને ગરીબ કન્યાઓ માટે લગ્ન મંડપ સાથે, બિહારમાં વિકાસ અને સન્માનનો એક નવો અધ્યાય લખાઈ રહ્યો છે. રાજ્યની તમામ પંચાયતોમાં, રાજ્ય સરકાર ગરીબ કન્યાઓના લગ્ન માટે કન્યા લગ્ન મંડપ બનાવશે. આ સાથે, મહિલા હાટ અને પિંક શૌચાલય જેવી યોજનાઓ મહિલાઓની ઓળખ અને સલામતી માટે મહત્વપૂર્ણ સાબિત થશે. બિહારના મોટા શહેરોમાં મહિલા વાહન સંચાલન તાલીમ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે, જેમાં ટ્રેનર પણ મહિલાઓ હશે.

બિહારના નાણાપ્રધાન સમ્રાટ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, 2004-05માં બજેટ 23 હજાર 88 કરોડ રૂપિયા હતું, આ વર્ષે તે વધીને 2025માં 3 લાખ 17 હજાર કરોડ રૂપિયા થઈ ગયું છે. સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્યના 21 કૃષિ પેદાશોના માર્કેટ યાર્ડના આધુનિકીકરણ અને યોગ્ય વિકાસ માટે કુલ રૂ. 1.289 કરોડના ખર્ચે આ યોજના અમલમાં મુકવામાં આવી રહી છે. અન્ય તમામ બજાર સમિતિના પરિસર કાર્યરત કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field