Home દેશ - NATIONAL બિહારમાં એક જ્વેલરી શૉ રૂમાં 8 લૂંટારૂઓ 25 કરોડની લૂંટ કરી ફરાર

બિહારમાં એક જ્વેલરી શૉ રૂમાં 8 લૂંટારૂઓ 25 કરોડની લૂંટ કરી ફરાર

6
0

બિહાર પોલીસ ગણતરીના કલાકોમાં 2 લૂંટારુઓની ધરપકડ કરી

ફરી એકવાર બિહારમાં લૂંટારૂઓ બેફામ 

(જી.એન.એસ) તા. 10

આરા,

બિહારમાં ભોજપુર જિલ્લાના આરા બજારમાં ગોપાલી ચોક સ્થિત તનિષ્ક ના જ્વેલરી શોરૂમમાં 8 લૂંટારૂઓ ઘુસ્યા અને લૂંટને અંજામ આપ્યો હતો. તનિષ્ક જ્વેલરી શૉ રૂમમાંથી લૂંટારૂઓએ ધોળા દિવસે દાગીના લૂંટીને આખો શો રૂમ ખાલી કરાવ્યો. હથિયારો લઇને તમામ ઘૂસ્યા હતા. કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવી દીધા. માત્ર 20 મિનિટમાં 25 કરોડ રૂપિયાથી વધુના દાગીના લૂંટી લીધા હતા.

લૂંટની આ ઘટનામાં પોલીસે શોરૂમમાંથી સીસીટીવી કબજે કર્યા છે. આમાં ગુનેગારોને 20 મિનિટ માટે શોરૂમની અંદર જોવા મળે છે અને તે સમય દરમિયાન તેઓ 25 કરોડ રૂપિયાથી વધુ કિંમતના દાગીના લૂંટી લે છે. પોલીસે આખા શહેરમાં નાકાબંધી કરી દીધી છે.સીસીટીવી જોયા બાદ,પોલીસની બે ટીમોએ ડાયરા વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કરી દીધુ છે. લૂંટ કરી ભાગી રહેલા બે લૂંટારુને વાગી ગોળી વાગી હોવાનું પણ સામે આવ્યું છે.

આ ઘટના બાબતે પોલીસના જણાવ્યા અનુસાર, સવારે તનિષ્ક શોરૂમ ખુલતાની સાથે જ બે બદમાશો ગ્રાહક બનીને અંદર ઘૂસ્યા. આ ગુનેગારો અંદર પ્રવેશતા જ તેમણે બંદૂકની અણીએ ત્યાં હાજર સુરક્ષા ગાર્ડને બંધક બનાવી લીધો. આ દરમિયાન વધુ ત્રણ ગુનેગારો અંદર ઘૂસી ગયા. આ બદમાશોએ શોરૂમમાં હાજર સેલ્સમેન અને અન્ય કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા અને એક જગ્યાએ ઉભા રાખ્યા. આ પછી, બાકીના ગુનેગારોએ શોરૂમમાં હાજર ઘરેણાં એકઠા કરવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન, બદમાશોએ કિંમતી દાગીના ક્યાં છે તે ન જણાવવા બદલ એક સેલ્સમેન પર બંદૂકથી હુમલો પણ કર્યો હતો.

તનિષ્ક શોરૂમની સેલ્સ ગર્લ સિમરને જણાવ્યું હતું કે લૂંટની શંકા થતાં જ તેણે ડાયલ 112 પર ફોન કર્યો. પરંતુ પોલીસ આવે તે પહેલાં જ ગુનેગારોએ ગુનો કર્યો અને ભાગી ગયા. સેલ્સમેનના કહેવા મુજબ તેણે 25-30 વાર પોલીસને ફોન કર્યો, પરંતુ કોઈ મદદ મળી નહીં.

લૂંટ બાદ ભોજપુર એસપી સહિત પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. એસપી શ્રી રાજે જણાવ્યું હતું કે ગુનેગારોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમને પકડવા માટે એક એસઆઈટીની રચના કરવામાં આવી છે. પરંતુ શોરૂમથી માત્ર 600 મીટર દૂર આવેલા શહેર પોલીસ સ્ટેશનની પોલીસ લૂંટ દરમિયાન ઘટનાસ્થળે પહોંચી શકી ન હતી, જેના કારણે પોલીસની કાર્યશૈલી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

 જ્યારે ગુનેગારો છાપરા થઈને ડોરીગંજ તરફ ભાગી રહ્યા હતા, ત્યારે ભોજપુર પોલીસને તેની માહિતી મળી. બરહારા પોલીસ સ્ટેશનની પોલીસે બાબુરા છોટી પુલ પાસે ગુનેગારોને રોકવાનો પ્રયાસ કર્યો. જ્યાં ત્રણ બાઇક પર સવાર છ ગુનેગારોએ પોલીસ પર ગોળીબાર શરૂ કરી દીધો. જવાબમાં પોલીસે પણ ગોળીબાર કર્યો, જેમાં બે ગુનેગારો ઘાયલ થયા. ઘાયલ ગુનેગારોની ઓળખ સારણ જિલ્લાના દિઘવારા નિવાસી વિશાલ ગુપ્તા (પિતા ભુનેશ્વર પ્રસાદ) અને સોનોરના સેમરા ગામના રહેવાસી પ્રદીપ કુમાર (પુત્ર કુણાલ કુમાર) તરીકે થઈ છે. પોલીસે ઘટનાસ્થળેથી હથિયારો અને લૂંટાયેલા કેટલાક દાગીના પણ જપ્ત કર્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field