Home દેશ - NATIONAL બિહારના પૂર્ણિયાથી નવા ચૂંટાયેલા સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ વિરુદ્ધ એફઆઈઆર...

બિહારના પૂર્ણિયાથી નવા ચૂંટાયેલા સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી

28
0

(જી.એન.એસ) તા. 11

પટના,

નવા ચૂંટાયેલા બિહારના પૂર્ણિયાથી રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવની તકલીફોમાં વધારો થયો છે, કેમ કે એક બિઝનેસમેન પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો આરોપમાં તેમની સામે પોલીસ એફઆઈઆર નોંધી છે. આ બાબતે એફઆઈઆર કરનાર વેપારી પૂર્ણિયામાં ફર્નિચરનો વ્યવસાય કરે છે. વેપારીએ પોતાની લેખિત અરજીમાં જણાવ્યું કે 4 જૂને મતગણતરી સમયે પપ્પુ યાદવે તેને પોતાના ઘરે બોલાવ્યો અને 1 કરોડ રૂપિયા આપવા કહ્યું. જો તે 1 કરોડ રૂપિયા નહીં આપે તો તેને મારી નાખવામાં આવશે. વેપારીને એમ પણ કહેવામાં આવ્યું હતું કે જો તે આગામી 5 વર્ષ સુધી શાંતિથી જીવવા માંગે છે તો તેણે ખંડણી કર ચૂકવવો પડશે. નહીં તો તેણે પૂર્ણિયા છોડી દેવી જોઈએ.

પપ્પુ યાદવ હાલમાં જ પૂર્ણિયા સીટ પરથી જીતીને સાંસદ બન્યા છે અને સાંસદ બનતાની સાથે જ તેમના પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. પપ્પુ યાદવે પૂર્ણિયાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. જેમાં તેમને 5.67 લાખથી વધુ વોટ મળ્યા હતા, જ્યારે જેડીયુના ઉમેદવારને 5.43 લાખ વોટ મળ્યા હતા. આરજેડી તરફથી ચૂંટણી લડી રહેલી બીમા ભારતીને અહીંથી માત્ર 27,120 વોટ જ મળ્યા હતા.

પોલીસને વેપારીએ જણાવ્યું હતું કે 2 એપ્રિલ, 2021 ના રોજ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ દ્વારા તેની પાસેથી 10 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી હતી. આ સિવાય બિઝનેસમેને એ પણ જણાવ્યું કે વર્ષ 2023 માં દુર્ગા પૂજા દરમિયાન તેની પાસેથી 15 લાખ રૂપિયા અને બે સોફા સેટની માંગવામાં આવ્યા હતા. એફઆઈઆર ના આધારે, પૂર્ણિયાના મુફાસિલ પોલીસ સ્ટેશનમાં સાંસદ પપ્પુ યાદવ અને તેમના નજીકના સાથી અમિત યાદવ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 385/504/506/34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરુ કરી છે. આ સમગ્ર મામલે હજુ સુધી સાંસદ પપ્પુ યાદવ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

જો કે, કેસ નોંધાયા બાદ પપ્પુ યાદવનો જવાબ પણ સામે આવ્યો છે. તેમણે કહ્યું કે, ‘દેશની રાજનીતિમાં મારા વધતા પ્રભાવ અને સામાન્ય લોકોના વધતા સ્નેહથી નારાજ થયેલા લોકો આજે પૂર્ણિયામાં એક જઘન્ય ષડયંત્ર રચ્યું છે. એક અધિકારી અને વિરોધીઓના આ ષડયંત્રનો પર્દાફાશ થશે. સુપ્રીમ કોર્ટ હેઠળ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જે પણ દોષિત હોય તેને ફાંસી આપવી જોઈએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશ્રી ચિરાગ પાસવાને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝના કેન્દ્રીય મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો
Next articleઅમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને રિક્ષા-વાનના ભાવમાં 20% વધારો કર્યો