બિલ ગેટ્સ દ્વારા લેવામાં આવ્યો એક મોટો નિર્ણય
(જી.એન.એસ) તા. 7
બિલિયોનેર બિલ ગેટ્સ તેમના બાળકોને તેમની મિલકતમાંથી એક ટકા કરતાં પણ ઓછી સંપત્તિ આપવાના છે. તેમની ભૂતપૂર્વ પત્ની મેલિન્ડા ફ્રેન્ચ સાથે તેમને ત્રણ બાળકો છે – રોરી, જેનિફર અને ફીબી ગેટ્સ. આ બાળકોના પિતા વિશ્વના સૌથી ઘનવાન વ્યક્તિઓમાંના એક છે. માઇક્રોસોફ્ટ જેવું એમ્પાયર ઊભું કરનાર વ્યક્તિના બાળકોની લાઇફસ્ટાઇલ કેવી હશે, એ દરેકને ખબર છે. જોકે આબાળકો પોતાની પિતાની સંપત્તિમાં ભાગ ન લઈ શકે તેવું જણાય છે.
બિલ ગેટ્સે તાજેતરમાં ‘ફિગરીંગ આઉટ વિથ રાજ શમાની’ પોડકાસ્ટમાં હાજરી આપી હતી. આ પોડકાસ્ટમાં તેમણે પોતાની ધારણા શેર કરી કે તેમના બાળકો તેમના પોતાના દમ પર ઊભા થાય. બિલ ગેટ્સે તાજેતરેથી કહ્યું છે કે તેમની લેગસીને જીવતી રાખવી અને મિલકત સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે દરેક વ્યક્તિ પોતાની માન્યતાઓ અને મૂલ્યોના આધારે નક્કી કરે છે. તેમણે ઉમેર્યું કે, “દરેક વ્યક્તિને તેમની મિલકત અંગે નિર્ણય કરવાનો હક છે. મારા બાળકોને સારું ઉછેર અને ઉતમ ભણતર મળ્યું છે. પરંતુ તેમને મારી મિલકતમાંથી એક ટકા કરતાં ઓછી મિલકત આપવામાં આવશે. હું કોઈ રાજાશાહી ચલાવતો નથી. તેમને માઇક્રોસોફ્ટ માટે કામ કરવા માટે જબરજસ્તી નહીં કરું. તેઓ પોતાની મહેનત અને દમ પર પોતાને સાબિત કરી શકે એ માટે હું તેમને તક આપવા માગું છું.”
બિલ ગેટ્સ કહે છે કે દરેક વ્યક્તિએ પોતાના બાળકોને સફળ થવા માટે સમાન તક આપવી જોઈએ. બ્લૂમબર્ગના બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ બિલ ગેટ્સ પાસે 155 બિલિયન અમેરિકન ડોલરની મિલકત છે. આના એક ટકા એટલે કે 1.55 બિલિયન ડોલર થાય છે. જો આ મિલકત ત્રણ ભાઈ-બહેન વચ્ચે વહેંચવામાં આવે તો પણ તેઓ ધનવાન લોકોના ટોચના એક ટકામાં ગણી શકાય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.