(જી.એન.એસ)તા.૨૧
કલોલ,
કલોલના બિલેશ્વરપુરા ગામેથી ગાયની ચોરી થઈ હતી અને ગાયની ચોરી કરનાર બે યુવકોને ગાયના માલિકે ઝડપી લીધા હતા તેમાંથી એક યુવકને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવતા તેને ફેક્ચર થયું હતું ત્યારબાદ તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને યુવક નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જે અંગે પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવવામાં આવતા પીએમ રિપોર્ટમાં ઇજાઓના પગલે મોત નીપજયું હોવાનું બહાર આવ્યું હતું બનાવ અંગે પોલીસે માર મારનાર સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે. આ બાબતે મળતી વિગતો અનુસાર કડી તાલુકાના ઘુમાસણ ગામે રહેતા કનુજી ઉર્ફે કનુસિંહ રૃપાજી સોલંકી અને તેના મિત્ર ઠાકોર નવજી કાળાજીએ ભેગા મળીને તારીખ ૬-૪-૨૦૨૪ પહેલા રાત્રિના સમયે રખડતી ભટકતી એક ગાયની ચોરી કરી હતી અને ગાયને બારોબાર વેચી મારી હતી ત્યારે ગાયના માલિકને ચોરી અંગેની જાણ થઈ હતી અને ચોરી કરનાર આ બંને છે તેવું માલુમ પડતાં તેણે કનુજી સોલંકીને ફોન કરીને બિલેશ્વરપુરા મળવા બોલાવ્યો હતો જેથી તે ત્યાં પહોંચતા તેને ગાયના માલિક હીરાભાઈ રબારી અને તેના માણસો હીરાભાઈના ગાયોના તબેલે લઈ ગયા હતા જ્યાં તેને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો તેને દોરડાથી ઝાડ સાથે બાંધી દીધો હતો અને ગઢડા પાટાનો માર માર્યો હતો અને હીરાભાઈએ લાકડીઓ વડે તેને માર મારતા ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને હાથે પગે ફેક્ચર થયું હોવાનું નિદાન થયું હતું અને ડોક્ટર દ્વારા તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.