Home મધ્ય ગુજરાત અમદાવાદ બિલના રૂ.11 નહીં ભરો તો લાઈટ કપાઈ જશે કહી 2 લાખની ઠગાઈ

બિલના રૂ.11 નહીં ભરો તો લાઈટ કપાઈ જશે કહી 2 લાખની ઠગાઈ

30
0

સેટેલાઈટના વૃદ્ધને ફોન કરીને વીજ બિલના રૂ.11 નહીં ભરો તો બે કલાકમાં ઘરની લાઈટ કપાઈ જશે તેમ કહીને લિંક ઓપન કરાવીને ગઠિયાએ અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી રૂ.2.01 લાખ પડાવી લઈ ઠગાઈ કરતા વૃદ્ધે આ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સેટેલાઈટની સુદર્શન કોલોનીમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા નીતિનભાઈ ચુડગર (78) ઘરે હતા, ત્યારે અજાણ્યા નંબર પરથી આવેલા ફોનમાં કહ્યું કે, હું અપૂર્વ ગુપ્તા બોલું છું તમારા વીજ બિલના રૂ.11 ભરવાના બાકી છે, જો નહીં ભરો તો તમારા ઘરની લાઈટ બે કલાક માટે કપાઈ જશે, જો તમારે પૈસા ભરવા હોય તો હું આપને એક લિંક મોકલું છુ, જેમા તમે પૈસા ભરી શકો છે.

તેમ કહીને એક લિંક મોકલતાં નીતિનભાઈએ લિંક ઓપન કરતાં જ તેમના એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી કુલ રૂ.2.01 લાખ ઉપડી ગયાનો મેસેજ આવતાં નીતિનભાઈએ આવેલ નંબર પર ફોન કર્યો તો ફોન સ્વિચઓફ આવતાં, પોતાની સાથે ઠગાઈ થયાનું જણાતા નીતિનભાઈએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો નોંધી તપાસ આદરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાવનગર જિલ્લામાં મતદાન પત્યા બાદ ઈવીએમ લઈને આવેલા કર્મચારીઓનું કરાયું સ્વાગત
Next articleપાંડેસરામાં ગીઝરનો પાઇપ ફાટી પતરું ગળે વાગતા મહિલાનું મોત