(GNS)14
હવામાન વિભાગે વાવાઝોડાના પગલે વરસાદની આગાહી કરી છે. બિપરજોય વાવાઝોડાને પગલે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. દેવભૂમિદ્વારકા, કચ્છમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડશે. આજે પોરબંદર, જામનગર, મોરબીના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે કચ્છ, દેવભૂમિદ્વારકા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
આજે રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે કચ્છ, દેવભૂમિદ્વારકા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વાવાઝોડાની ગતિની વાત કરવામાં આવે તો 125થી 135ની ઝડપે પવન ફુંકાઇ રહ્યો છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર 6 કલાકમાં પવનની ગતિ 3 KMPHની છે.
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર વાવાઝોડું જખૌ તરફ આગળ વધી રહ્યુ છે. તો વાવાઝોડુ જે સ્થળે ટકરાશે તેના 12 કલાક સુધી તેની અસર ત્યાં રહેશે તેવી પણ માહિતી આપવામાં આવી છે. વાવાઝોડું જખૌના દરિયાકાંઠેથી હવે માત્ર 280 કિમી દૂર છે.તો દ્વારકાના દરિયાકાંઠેથી વાવાઝોડું હવે 290 કિમી દૂર છે અને નલિયાથી 300 અને પોરબંદરથી 350 કિમી દૂર છે.
સંભવિત વાવાઝોડાના સંકટ વચ્ચે તંત્રની તૈયારી તેજ થઇ છે. અસગ્રસ્ત 6 જિલ્લામાં સેટેલાઇટ ફોન એક્ટિવ કરાયા છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ સેટેલાઇટ ફોનનો ડેમો કર્યો છે. દ્વારકામાં બિપોરજોયના ખતરાને લઇ રેસ્ક્યૂ ટીમ તૈનાત. NDRFની બે અને SDRFની 1 ટીમ કરાઇ તૈનાત. કોસ્ટગાર્ડની 2 ટીમ અને આર્મીની એક ટીમ ખડેપગે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.