(GNS),21
વોટિંગ લાઈન બંધ થવાને કારણે ‘બિગ બોસ 17’ના ઘરમાં સ્પર્ધકોમાં ખુશીનો માહોલ છવાયો હતો, પરંતુ આ ખુશી લાંબો સમય ટકી શકી નહીં, કારણ કે બિગ બોસે શરૂઆતમાં જ ઘરના સભ્યોને આ અઠવાડીયાના એલિમિનેશનનો મોટો ઝટકો આપી દીધો હતો. વાસ્તવમાં બિગ બોસે ‘ટીમ દિમાગ’માં સામેલ સ્પર્ધકો વિકી જૈન, અરુણ મહાશેટ્ટી, સના ખાન, તહેલકા અને બાબુભૈયા અનુરાગને કહ્યું હતું કે તમારે શોમાંથી તે 3 સ્પર્ધકોના નામ લેવા પડશે, જેઓ ખરેખર આ શોમાં આવવાને લાયક ન હતા અને તેમાથી તેમના લેવાની વાત કરે છે. ત્યારે ટીમ દિમાગ વતી નાવેદ સોલ, અભિષેક કુમાર, જીગ્ના વોરા અને રિંકુ ધવનના નામ લેવામાં આવ્યા હતા. લીધેલા ચાર નામ પર તેઓ વીડિયોમાં ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. જેમાં વિકી જૈને કહે છે કે નાવેદ અલી મનોરંજન કરે છે, તેથી તે તેને શોમાંથી બહાર કાઢી શકાય નહીં. પરંતુ આ નિર્ણય માત્ર વિકી એ જ નહીં અરુણ મહાશેટ્ટી, સના ખાન, તહેલકા અને બાબુ ભૈયાએ સાથે મળીને આ લેવાનો હતો..
આખરે ‘ટીમ દિમાગ’ એ નાવેદ અલી, જિગ્ના વોરા અને રિંકુ ધવનના નામ લીધા અને બિગ બોસે આ ત્રણમાંથી કોઈપણ એકને ઘરમાંથી બહાર કાઢવાનું કામ સોંપ્યું અને બધાએ યુકેના ફેમસ કન્ટેન્ટ ક્રિએટર નાવેદ સોલ પર મહોર લાગી. ઘરના સભ્યો પણ સૌથી વધુ નાવેદની વિરુદ્ધ હતા એટલે કે શોમાં બહાર નીકળવા અંગે નાવેદને વધુ વોટ મળ્યા હતા આ કારણે તેને શોમાંથી કાઢી મૂકવો પડ્યો હતો. જો સૂત્રોનું માનીએ તો આ અઠવાડિયે માત્ર નાવેદ જ નહીં પરંતુ અન્ય ઘણા સ્પર્ધકોને બિગ બોસના ઘરમાંથી બહાર કાઢવામાં આવી શકે છે. આ હકાલપટ્ટીની સાથે, કેટલાક નવા સ્પર્ધકો પણ વાઇલ્ડ કાર્ડ તરીકે ઘરમાં આવી શકે છે. આ વાઈલ્ડ કાર્ડ સ્પર્ધકોમાં હાલ ફરી એકવાર રાખી સાવંતનું નામ ચર્ચામાં છે. જો કે પ્રોડક્શન હાઉસ દ્વારા આ મામલે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે, સલમાન ખાનનો આ શો ટીઆરપી ચાર્ટ પર ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે. આ જ કારણ છે કે અત્યાર સુધી આ શોમાંથી માત્ર 3 સ્પર્ધકો જ બહાર થયા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.