(GNS)
છેલ્લા ઘણાં વર્ષોથી બોલિવૂડમાં મોંઘા બજેટની ફિલ્મો બની રહી છે. મોંઘા બજેટની ફિલ્મોની વાત તો હવે સાઇડમાં છે, પરંતુ તમને એક વાત જાણીને ઝાટકો એ લાગશે કે પોરસ ટીવી સિરીયલનું બજેટ બાહુબલી 2 કરતા પણ વઘારે છે. સૌથી મોંઘા ટીવી શો વર્ષ 2017માં ઓન એર થયા હતા. રિપોટ્સ અનુસાર આ ટીવી શોનું બજેટ 500 કરોડ રૂપિયા હતુ. ટીવી ઇન્ડસ્ટ્રીના અંદરના લોકોનું આ વિશે કહેવુ છે કે આનું પ્રોડક્શન લગભગ 400 કરોડ રૂપિયા છે. આનો મતલબ એ થાય છે કે આનું બજેટ મેગાબજેટ ભારતીય ફિલ્મો 250 કરડો રૂપિયામાં બનેલી પઠાન 375 કરોડ રૂપિયામાં બનેલી બ્રહ્માસ્ત્ર અને 250 કરોડ રૂપિયામાં બનેલી બાહુબલી કરતા પણ વધારે હતી. માત્ર આરઆરઆરનું બજેટ આ ટીવી શોનું બજેટ રહ્યું. આ વર્ષ 2017 નવેમ્બથી 2018 સુધી ઓન એર થયો હતો. આ એક ભારતીય ઇતિહાસ પર આધારિત શો હતો.
આ શોનું નામ પોરસ છે. ઇટાઇમ્સના રિપોર્ટ અનુસાર 2017માં પોરસની ઘોષણા કરવામાં આવી હતી, જેના 260 એપિસોડ બનાવવાની વાત કરવામાં આવી હતી. એક એપિસોડનું પ્રોડક્શન બજેટ એક કરોડ રૂપિયા કરતા પણ વધારે હતુ. પોરસે કુલે 299 એપિસોડ કર્યા હતા. રિપોર્ટ અનુસાર આનું પ્રોડક્શન બજેટ 500 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો. શોમાં લક્ષ્ય લાલવાનીએ રાજા પોરસની ભૂમિકા નિભાવી. લક્ષ્ય સિવાય રોહિત પુરોહિત, રતિ પાંડે, આદિત્ય રેડિજ, સમીક્ષા, સની ઘનશાની અને સુહાની ઢાંકી જેવા પ્રતિભાશાળી કલાકાર આનો હિસ્સો રહ્યો. પોરસ માટે બેડ સેટ, સીજીઆઇ પર ખર્ચો, મોટા લેવલના સીન શામેલ હતા. યુદ્ધના સી માટે હજારો કલાકાર શામેલ થયા હતા. આઉટડોર શૂટિંગ શેડ્યુઅલને કારણે શોનું બજેટ બહુ વધારે રહ્યું.
આ સિવાય, ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર સૂર્યપુત્ર કર્ણએ 250 કરોડ રૂપિયામાં બનાવવામાં આવ્યા હતા. સલમાન ખાનના હોસ્ટિંગ શો બિગ બોસ ઓટીટી 2નું બજેટ 300 કરોડ રૂપિયા છે. તેજસ્વી પ્રકાશ સ્ટારર નાગિન શોનું બજેટ પણ 120 કરોડ રૂપિયાથી વધારે છે. આ નાગિનની છઠ્ઠી સિઝન છે, જે સૌથી મોંધી છે. આ એકતા કપૂરે પ્રોડ્યુસ કરી છે. રોહિત શેટ્ટીની હોસ્ટિંગ શો ખતરો કે ખિલાડી ટીવી શો પણ મોંઘા શોમાંથી એક છે. શોનું શૂટિંગ આફ્રિકામાં થાય છે. સ્ટંટ બેસ્ડ આ શોમાં સેટ પર અલગ-અલગ મોંધી વસ્તુઓનો ઉપયોગ થાય છે. આ સિવાય હોસ્ટની ફીસ પણ ઘણી વધારે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.