Home મનોરંજન - Entertainment બાહુબલીનું ટોટલ બજેટ કરતા પણ વધુ છે બિગ બોસ શોમાં સલમાન ખાન...

બાહુબલીનું ટોટલ બજેટ કરતા પણ વધુ છે બિગ બોસ શોમાં સલમાન ખાન હોસ્ટની ફી

31
0

(જી.એન.એસ),તા.૧૯

બિગ બોસ 17 સતત ચર્ચામાં છે. શો હવે પોતાના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. હાલમાં સૌ કોઈની નજર વિનર પર છે. મુનાવર ફારુકી, અભિષેક કુમાર, મન્નારા ચોપરા અને અંકિતા લોખંડેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે, અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ ચારમાંથી કોઈ એક સ્પર્ધક વિનર બનશે. હાલમાં વિનરનું નામ સામે આવવામાં સમય લાગશે. આ પહેલા શોના હોસ્ટ સલમાન ખાનની બિગ બોસ ફી પર નજર કરીએ. સલમાન ખાન છેલ્લા કેટલાક વર્ષોથી બિગ બોસ હોસ્ટ કરે છે. બિગ બોસ હિન્દીમાં સલમાન ખાન સૌની પહેલી પસંદ છે. આખું વર્ષ એ ચર્ચા થતી રહી કે, બિગ બોસની તમામ ભાષાઓમાં હોસ્ટની ફી વિશે જણાવીશું. સૌથી પહેલા સલમાન ખાનના બિગ બોસથી કેટલા કમાય છે જે જણાવીએ, એક રિપોર્ટ અનુસાર સલમાન ખાન એક એપિસોડ માટે 12 કરોડનો ચાર્જ લે છે. વીકએન્ડના વારને જોડીએ તો સલમાન ખાન 200 કરોડનો ચાર્જ લે છે. સલમાન ખાનની બિગ બોસની ફી બાહુબલીના પહેલા પાર્ટના બજેટથી પણ વધુ છે. બાહુબલીનું ટોટલ બજેટ 180 કરોડ હતુ.

કિચ્ચા સુદીપ બિગ બોસ કન્નડને હોસ્ટ કરી ચૂક્યા છે. કિચ્ચાએ શોની સીઝન 9 હોસ્ટ કરી હતી અને આખી સીઝન માટે તેમણે 9 કરોડથી વધુનો ચાર્જ લીધો હતો. મેગા સ્ટાર કમલ હાસન પણ બિગ બોસને હોસ્ટ કરી ચૂક્યા છે. કમલ હાસને બિગ બોસ 7 તમિલ ભાષામાં હોસ્ટ કરી હતી. દિગ્ગજ અભિનેતાએ પોતાની સીઝન દરમિયાન 130 કરોડની મોટી રકમ લીધી હતી. સલમાન બાદ કમલ હાસન બિગ બોસ હોસ્ટ કરવા માટે સૌથી વધુ ફી લેનાર સ્ટાર છે. આરઆરઆર ફેમ જૂનિયર એનટીઆરે 2017માં બિગ બોસ સીઝન 1 હોસ્ટ કરી હતી. આ સીઝન માટે તેમણે 20 કરોડની મોટી રકમ લીધી હતી. બિગ બોસને તમામ ભાષાઓમાં હોસ્ટ કરનાર મહેશ માંજરેકરનું નામ પણ સામેલ છે. આટલું જ નહિ મહેશ માંજરેકર એક માત્ર એવો અભિનેતા છે જે સૌથી ઓછો ચાર્જ લે છે. અભિનેતા શો હોસ્ટ કરવા માટે 3.5 કરોડ લેછે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબિગ બોસ 17ના ગ્રાન્ડ ફિનાલેની તારીખ આવી સામે
Next articleબડે મિયાં છોટે મિયાંનું ટિઝર થશે રિલીઝ