(જી.એન.એસ) તા.૨૪
સુરત,
સુરત જિલ્લાના બારડોલી નજીક પસાર થતા ધુલિયા હાઈ-વે પર કિકવાડ ગામની સીમમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રથી ટમેટાં ભરીને નીકળેલો ટેમ્પો કીકવાડ ગામની સીમમાં અકસ્માત પામ્યો હતો. ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો હતો. જેમાં ત્રણના ઘટના સ્થળે મોત થયાં હતાં. જ્યારે સાત વ્યકિતઓને ઇજા થતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રના સતારા નજીકથી ટમેટાં ભરીને એક ટેમ્પોમાં શાકભાજી વિક્રેતાઓ સુરત સરદાર માર્કેટ ખાતે નીકળ્યા હતા. એ દરમિયાન આજે મળસ્કે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કીકવાડ ગામની સીમમાંથી આ ટેમ્પો પસાર થતો હતો. ત્યારે ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો હતો. ટેમ્પોમાં મોટા પ્રમાણમાં કેરેટમાં ટમેટાં ભરેલા હતા ટેમ્પો પલટી મારતા કુલ દસ વ્યક્તિઓ કેરેટ નીચે દબાયા હતા. અને ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય સાત જેટલા ઇજાગ્રસ્તને તાત્કાલિક બારડોલી ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે બારડોલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને ત્રણેયના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. મરનાર પૈકી પીન્ટુ પીરાજી પવાર, ભાવસા પાંડુ માળી તેમજ સોનું એકતા પાટીલ આ ત્રણ મૃતકો તેમજ અન્ય સાત જેટલા ઇજાગ્રસ્તો તમામ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સતાણા તાલુકાના ખામતાને ગામના હોવાનું સામે આવ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.