મુરાદાબાદના નશામુક્ત ભારત ઈવેન્ટમાં બાબા રામદેવે ભાગ લીધો. અહીં તેઓ લોકોને મંચ પરથી પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા. આ સાથે જ બાબા રામદેવે બોલીવુડ પર મોટું નિવેદન પણ આપ્યું. મંચ પરથી તેમણે બોલીવુડની અનેક પોલ ખોલી. સલમાન ખાન, શાહરૂખ ખાન, અને આમિર ખાનું નામ લઈને મોટા અને વિવાદિત નિવેદન પણ આપ્યા. બાબા રામદેવે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર નશા અને ડ્રગ્સના આરોપ લગાવ્યા. આર્યવીર મહા સંમેલનમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુરાદાબાદ પહોંચ્યા હતા.
આ અગાઉ બાબા રામદેવનું પણ તે જગ્યાએ સંમેલન યોજાયું હતું. શનિવારે મુરાદાબાદમાં તેમણે મંચ પરથી નશામુક્તિ અંગે લોકોને જાગૃત કરતા નશામુક્ત સમય બનાવવાનું લોકોને આહ્વાન કર્યું. આ સાથે જ કેટલાક વ્યંગ પણ કર્યા. બાબા રામદેવે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર નશા અને ડ્રગ્સના આરોપ લગાવતા શાહરૂખ ખાન અને સલમાન ખાનનું ઉદાહરણ આપી દીધુ. બાબા રામદેવે તમામને મંચ દ્વારા અપીલ કરતા કહ્યું કે બધાનું એ કર્તવ્ય છે કે આપણામાંથી કોઈ પણ બીડી, સિગારેટ, કે દારૂ ન પીવે.
તેમણે કહ્યું કે તેમાં આર્યસમાજે જે કામ કર્યું તેની સૌથી વધુ જરૂર છે. સમગ્ર રાષ્ટ્ર જો નશામુક્ત થઈ જાય તો સમજો મહર્ષિ દયાનંદજીનું સપનું પૂરું થઈ ગયું. આ કાયદાથી નહીં થાય પરંતુ આપણે જાતે કરવું પડશે. બોલીવુડ અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઉપર પણ બાબા રામદેવે નશાને લઈને આકરા પ્રહાર કર્યા. તેમનું કહેવું છે કે તાજેતરમાં તમે જોયું હશે કે શાહરૂખ ખનનો પુત્ર ડ્રગ્સ લઈને જેલની હવા ખાઈને બહાર આવ્યો.
સલમાન ખાન ડ્રગ્સલે છે અને આમિરની ખબર નથી. ન જાણે કેટલાય મોટા મોટા કે જેમને ફિલ્મ સ્ટાર કહેવાય છે અને કલાકારોના તો ભગવાન જ માલિક છે. ચારેબાજુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અંદર ડ્રગ્સ છે. બોલીવુડમાં ડ્રગ્સ પોલિટિક્સમાં ડ્રગ્સ, ચૂંટણી સમયે દારૂ વહેંચાય છે. એક સંકલ્પ આપણે એ લેવો જોઈએ કે આ ઋષિઓની ભૂમિને નશામુક્ત કરવાની છે. નશામુક્તિનું અમે આંદોલન પણ ચલાવીશું.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.