Home વ્યાપાર જગત - BUSINESS બાબા રામદેવની કંપનીના રુચિ સોયાના FPOને 3.60 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું

બાબા રામદેવની કંપનીના રુચિ સોયાના FPOને 3.60 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું

63
0

(જી.એન.એસ),તા.૩૦
નવીદિલ્હી
બાબા રામદેવની કંપની રુચિ સોયાના માટે સબસ્ક્રિપ્શન 28 માર્ચે બંધ થઈ ગયું હતું. આ FPO ને 3.6 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. ફોલો-ઓન પબ્લિક ઓફરિંગ હેઠળ કંપની રૂ. 4300 કરોડનું ભંડોળ એકત્ર કરશે જેની મદદથી કંપનીનું દેવું ચૂકવવામાં આવશે. આ FPO 24મી માર્ચે ખોલવામાં આવ્યો હતો. કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 1290 કરોડ એકત્ર કર્યા હતા. આ સાથે બજાર નિયામક સેબીએ સોમવારે જણાવ્યું હતું કે જો કોઈ રોકાણકાર રૂચી સોયાના એફપીઓમાંથી તેની બિડ પાછી ખેંચવા માંગે તો તેને ત્રણ દિવસનો સમય મળશે. વાસ્તવમાં એક એસએમએસ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં રોકાણકારો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. જેના કારણે સેબીએ આ જાહેરાત કરી છે. રોકાણકારો 30 માર્ચ સુધી તેમની બિડ પાછી ખેંચી શકે છે. વાયરલ SMSમાં કહેવામાં આવી રહ્યું છે કે રુચિ સોયાનો FPO બજાર કિંમતની સામે 30 ટકાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. આ શેર FPO હેઠળ રૂપિયા 615-650ની રેન્જમાં ઉપલબ્ધ છે. રોકાણ માટે આ એક મોટી તક છે. આ રીતે રોકાણકારોને FPO તરફ લલચાવવામાં આવી રહ્યા છે. સેબીનું માનવું છે કે આવા સંદેશાઓ દ્વારા રોકાણકારોને છેતરવામાં આવે છે અને તે એક પ્રકારની છેતરપિંડી છે. આવી સ્થિતિમાં આ જાળમાં ફસાયેલા રોકાણકારોને બિડ પરત કરવાની તક છે. કંપનીએ 30 માર્ચ સુધી ત્રણ દિવસ માટે બિડ પરત કરવાની તક આપી છે. આ માટે સેબીએ કંપનીના મર્ચન્ટ બેન્કર અને એફપીઓને પેપરમાં જાહેરાત કરવા જણાવ્યું છે. આ જાહેરાતમાં સ્પષ્ટપણે લખવામાં આવશે કે જો કોઈ રોકાણકાર આ FPOમાં રોકાણ કરવા માંગતા ન હોય અને તેણે બિડ કરી હોય તો તેણે 30 માર્ચ સુધીમાં બિડ પાછી ખેંચી લઇ શકે છે. જો કે એન્કર રોકાણકારો બિડ પાછી ખેંચી શકતા નથી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર ઉપલબ્ધ ડેટા મુજબ લાયકાત ધરાવતા Qualified institutional buyers 2.20 ગણું સબ્સ્ક્રાઇબ કર્યું હતું જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારોની શ્રેણી 11.75 ગણી સબ્સ્ક્રાઇબ થઈ હતી. ડેટા મુજબ રિટેલ રોકાણકારો માટે આરક્ષિત વિભાગને 90% સબસ્ક્રિપ્શન મળ્યું છે. કંપનીએ એફપીઓની પ્રાઇસ રેન્જ રૂ. 615-650 પ્રતિ શેર રાખી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field