Home ગુજરાત બાકી પૈસાની ઉઘરાણી માટે જંગલરાજ અપહરણ અને ધમકીના બન્યા અનેક બનાવો

બાકી પૈસાની ઉઘરાણી માટે જંગલરાજ અપહરણ અને ધમકીના બન્યા અનેક બનાવો

36
0

ભાવનગર શહેર અને જિલ્લામાં ફસાયેલા નાણા કઢાવવા માટે અનેક ગેંગ કાર્યરત બની છે. આ લોકો ધાકધમકી, મારઝુડ અને અપહરણ કરીને પણ ફસાયેલા નાણા વસુલ કરી આપે છે. તાજેતરમાં જ એક શેરબજારના બ્રોકરનું અપહરણ કરી 14 કલાક સુધી ગોંધી રાખ્યા બાદ અમુક કાગળોમાં તેની સહી કરાવી છોડી દીધો હોવાનું જાણવા મળેલ છે. બાકી પૈસાની વસુલી માટે ભાવનગરમાં જંગલરાજનો કાયદો ચાલતો હોય તેવુ વાતાવરણ ધીરે ધીરે ઊભુ થતુ જાય છે.

શહેરના એક શેરબ્રોકરને સટ્ટામાં દેવુ થઈ જતા જેની પાસેથી વ્યાજે પૈસા લીધા હતા એવા એક સરકારી અધિકારીના ઈશારે કેટલાક લોકો તેનું અપહરણ કરી બહારગામ લઈ ગયા હોવાનું અને પહેલા પાંચ લાખની તેના પરિવાર પાસે માંગણી કરી હતી અને બાદમાં અમુક કાગળોમાં તેની પાસે સહીઓ કરાવી થોડા મહિનાઓની મુદત આપી છોડી દીધો હોવાનું જાણવા મળેલ છે. જોકે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી.

આ પહેલા પણ કૃષ્ણનગર વિસ્તારમાંથી ધોળે દિવસે એક યુવાનનું અપહરણ કરી તેનો એક કરોડના ફ્લેટને 35 લાખમાં પડાવી લેવાનો કેટલાક લોકોએ કારસો ઘડ્યો હતો. ધીરધારના લાયસન્સ વગર વ્યાજે પૈસા આપવા તે ગેરકાયદેસર છે. ઉપરાંત ઉઘરાણી કે બાકી પૈસા પરત ન આપતા હોય તો તે માટે પોલીસ ફરિયાદ, કોર્ટની કાયદામાં જોગવાઈ છે.

પણ અનેક લોકો શોર્ટકટ અપનાવે છે જેને કારણે ટપોરીઓનો વસુલીનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે. વસુલી માટે ગુંડારાજ ને કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય પણ સાથોસાથ લોકોને સમયસર અને ઝડપી ન્યાય મળે તેવી વ્યવસ્થા પણ ગોઠવાવી જોઈએ.

લોકોને સમયસર ન્યાય મળવાનો વિશ્વાસ ઉભો થશે તો ટપોરીઓનું રાજ નહિ ચાલે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field