Home દુનિયા - WORLD બાંગ્લાદેશ પાસપોર્ટ પર લખ્યું – ઈઝરાયલને છોડી દુનિયાના તમામ દેશો માટે માન્ય…’

બાંગ્લાદેશ પાસપોર્ટ પર લખ્યું – ઈઝરાયલને છોડી દુનિયાના તમામ દેશો માટે માન્ય…’

46
0

બાંગ્લાદેશ સરકારનો મોટો નિર્ણય

(જી.એન.એસ) તા. 14

ઢાકા,

ઈઝરાયલ વિરુદ્ધ બાંગ્લાદેશના રસ્તાઓ પર જોરદાર પ્રદર્શન થઈ રહ્યું છે. શનિવારે 10 લાખથી વધુ બાંગ્લાદેશી લોકો ગાઝાના સમર્થનમાં રેલીમાં સામેલ થયા હતા. આ લોકોએ ઈઝરાયલ સાથે સબંધિત પ્રોડક્ટ અને સંસ્થાઓનો બહિષ્કાર કરવાની પ્રતિજ્ઞા લીધી. 

ત્યારે હવે બાંગ્લાદેશની સરકારે મોટો નિર્ણય લીધો છે. જનતાના આક્રોશ સામે ઝૂકીને યુનુસ સરકારે હવે પેતાના નાગરિકોને જારી કરવામાં આવતા પાસપોર્ટમાં એક ખાસ લાઈન લખી છે. નવા જારી કરવામાં આવી રહેલા પાસપોર્ટમાં લખ્યું છે કે- ‘THIS PASSPORT IS VALID FOR ALL COUNTRIES OF THE WORLD EXCEPT ISRAEL’. આનો અર્થ એ કે આ પાસપોર્ટ ઈઝરાયલને છોડી દુનિયાના તમામ દેશો માટે માન્ય છે.

આ સમગ્ર મામલે ઢાકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશે ગાઝા પટ્ટી પર ઈઝરાયલી હુમલાઓ સામે વધી રહેલા જનઆક્રોશને ધ્યાનમાં રાખીને પોતાના નાગરિકોને યહૂદી દેશની યાત્રા કરતા અટકાવવા માટે પાસપોર્ટ પર ‘ઈઝરાયલને છોડીને’ ટેગ ફરીથી શરૂ કર્યો છે. આનો અર્થ એ થયો કે હવે બાંગ્લાદેશી નાગરિકો ઈઝરાયલની યાત્રા નહીં કરી શકશે.

તમને જણાવી દઈએ કે, પાસપોર્ટ એક એવો દસ્તાવેજ છે જેની મદદથી કોઈ દેશનો માન્ય નાગરિક કાયદેસર રીતે બીજા દેશમાં યાત્રા કરી શકે છે. એવું કહી શકાય કે પાસપોર્ટ દ્વારા એક દેશ પાતાના નાગરિકોને બીજા દેશમાં યાત્રા કરવાની મંજૂરી આપે છે.

થોડા દિવસો પહેલા બાંગ્લાદેશમાં ઈઝરાયલ વિરુદ્ધ પ્રદર્શન થયું હતું. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ KFC, બાટા, ડોમિનોઝના આઉટલેટ્સ લૂંટી લીધા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field