બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન અનુક્રમે 1986 અને 2014થી એશિયા કપમાં ભાગ લઈ રહ્યા છે. ભલે બંને ટીમો એશિયા કપ જીતવામાં સફળ ન રહી હોય પરંતુ આ ટુર્નામેન્ટમાં તેણે મોટી ટીમોને હારનો આંચકો જરૂરથી આપ્યો છે. બાંગ્લાદેશે એશિયા કપના વન-ડે ફોર્મેટમાં ભારત અને પાકિસ્તાન જેવી ટીમોને હરાવી છે. આ સાથે જ અફઘાનિસ્તાનની ટીમે બાંગ્લાદેશ અને શ્રીલંકાને પણ હરાવ્યું છે. તમારા મનમાં એ સવાલ જરૂરથી આવતો હશે કે આવું ક્યારે બન્યું તો આ વિષે જાણકારી આપીએ… વર્ષ 2012ના એશિયા કપમાં બાંગ્લાદેશે મીરપુર મેદાનમાં ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 290 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશે 49.2 ઓવરમાં આ લક્ષ્યને હાંસલ કરી લીધુ હતું. ત્યાં જ 2018 એશિયા કપમાં બાંગ્લાદેશની ટીમ દ્વારા પાકિસ્તાનને હરાવ્યું હતું. તે મેચમાં બાંગ્લાદેશની ટીમ પ્રથમ બેટિંગ કરતા 239 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી બેટિંગ કરવા આવેલી પાકિસ્તાનની ટીમ ટાર્ગેટ હાંસલ કરવામાં નિષ્ફળ રહી અને 50 ઓવરમાં માત્ર 200 રન જ બનાવી શકી હતી.
અફઘાનિસ્તાને પ્રથમ વખત વર્ષ 2014ના એશિયા કપમાં ભાગ લીધો હતો. તે ડેબ્યૂ સિઝનમાં જ તેણે બાંગ્લાદેશને હરાવ્યું હતું. મેચમાં અફઘાનિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટના નુકસાન પર 254 રન બનાવ્યા હતા. ત્યાં જ લક્ષ્યનો પીછો કરતા બાંગ્લાદેશની ટીમ 222 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પછી અફઘાનિસ્તાને એશિયા કપ 2018માં બાંગ્લાદેશને હરાવ્યું હતું. તે મેચમાં અફઘાન ટીમે 256 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં વિરોધી ટીમ 119 રનમાં સમેટાઈ ગઈ હતી. બાંગ્લાદેશ વન-ડે ફોર્મેટમાં 2 વખત (2012 અને 2018) એશિયા કપની ફાઈનલ રમ્યું છે. પરંતુ અફઘાનિસ્તાનની ટીમ એક વખત પણ ફાઇનલમાં પ્રવેશી શકી નથી. બાંગ્લાદેશે એશિયા કપના વન-ડે ફોર્મેટમાં 43 મેચ રમી હતી, જેમાં તેણે 7 મેચ જીતી હતી. ત્યાં જ અફઘાનિસ્તાન 9 મેચ રમ્યું છે જેમાં તેણે 3 મેચ જીતી છે. અફઘાનિસ્તાનની ટીમે વન-ડે ક્રિકેટમાં 149 મેચ રમી છે. જેમાં તેણે 73 મેચ જીતી છે. ત્યાં જ તેને 71 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે 1 મેચ ટાઈમાં સમાપ્ત થઈ હતી અને 4 મેચ અનિર્ણિત રહી હતી. ત્યાં જ બાંગ્લાદેશની ટીમ વન-ડે ક્રિકેટમાં 415 મેચ રમી છે. આ દરમિયાન બાંગ્લાદેશે 152 મેચ જીતી હતી. જ્યારે 254 મેચમાં તેને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. બાંગ્લાદેશ ટીમની 9 મેચ પણ રદ્દ કરવામાં આવી હતી. એશિયા કપ 2023માં આ બંને ટીમો શ્રીલંકા સાથે ગ્રુપ-બીમાં હાજર છે. આ ગ્રુપની ટોચની બે ટીમ સુપર-4 માટે ક્વોલિફાય થશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.