હિન્દુ શિક્ષકોને તેમના પદ પરથી રાજીનામું આપવા દબાણ કરવામાં આવી રહ્યુ છે!
શિક્ષકો પાસેથી સાદા કાગળ પર “મારું રાજીનામું” લખીને તેમનું રાજીનામું લેવામાં આવ્યું
(જી.એન.એસ),તા.01
ઢાંકા,
બાંગ્લાદેશમાં હિંસા બાદ હિન્દુઓની હાલત બગડી છે. બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓની મુસીબતોનો કોઈ અંત નથી. હુમલા અને અત્યાચારનો સામનો કર્યા બાદ હવે હિંદુઓને સરકારી નોકરીમાંથી રાજીનામું આપવાની ફરજ પડી રહી છે. 5 ઓગસ્ટથી લગભગ 50 હિંદુ શિક્ષણવિદોને રાજીનામું આપવાની ફરજ પડી છે. શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ રીતે ખુલાસો કરવામાં આવ્યો હતો. રાજીનામું આપનાર શિક્ષકોની યાદી સામે આવી છે. સરકારી બાકરગંજ કોલેજના પ્રિન્સિપાલ શુક્લા રોય રાજીનામું આપી રહ્યા હોવાનો ફોટો પણ સામે આવ્યો છે. તેમને સાદા કાગળ પર “મારું રાજીનામું” લખીને તેમનું રાજીનામું લેવામાં આવ્યું હતું. કેટલાક શિક્ષકોએ બાંગ્લાદેશમાં હિન્દુ શિક્ષકોના રાજીનામાની પુષ્ટિ કરી. કાઝી નઝરુલ યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર સંજય કુમાર મુખરજીએ કહ્યું કે, ‘દાદા, હું સંજય કુમાર મુખર્જી, એસોસિયેટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ સ્ટડીઝ, કાઝી નઝરુલ યુનિવર્સિટી, બાંગ્લાદેશ હતો વિભાગના વડાના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી છે અમે આ સમયે ખૂબ જ અસુરક્ષિત છીએ.’
ઢાકા યુનિવર્સિટીના ગણિત વિભાગના પ્રોફેસર ડૉ. ચંદ્રનાથ પોદ્દારને વિદ્યાર્થીઓએ રાજીનામું આપવાની ફરજ પડી હતી. જે શિક્ષકોએ ડરના કારણે કેમ્પસમાં ન આવવાનું નક્કી કર્યું હતું. તેમના ઘરે જઈને અપમાનિત કરવામાં આવી રહ્યા છે. અહીં હિન્દુ શિક્ષકોની આંશિક સૂચિ છે જેમને જેહાદી જૂથો દ્વારા રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી છે બાંગ્લાદેશથી નિર્વાસિત લેખિકા તસ્લીમા નસરીને એક્સ પર લખ્યું છે કે, ‘બાંગ્લાદેશની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની ગઈ છે. શિક્ષકોને રાજીનામું આપવાની ફરજ પડી રહી છે. પત્રકારો, મંત્રીઓ અને ભૂતપૂર્વ સરકારી અધિકારીઓને મારી નાખવામાં આવે છે, ત્રાસ આપવામાં આવે છે અને જેલમાં ધકેલી દેવામાં આવે છે. જનરેશન Z (GenZ) એ અહમદી મુસ્લિમોના ઉદ્યોગોને બાળી નાંખ્યા છે, અને ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા સૂફી મુસ્લિમોના મંદિરો અને દરગાહને તોડી પાડવામાં આવી રહી છે. આ સમગ્ર સંકટ પર નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસનું મૌન ચાલુ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.