(જી.એન.એસ) તા. 17
બનાસકાંઠાની બનાસ ડેરીની 56 મી સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં પશુપાલકો માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સભામાં બનાસ ડેરીના ચેરમેન દ્વારા પશુપાલકો લક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગત વર્ષ કરતાં દૂધનો ભાવ વધારો વધુ આપે તેવી શક્યતાઓ હતી. બનાસડેરીની પશુપાલકોને સૌથી મોટી ભેટ આપવામાં આવી છે.
બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ પશુપાલકોને ઐતિહાસિક ભાવ વધારો આપ્યો છે. આજની સભામાં 989 કિલો ફેટે વધારો આપતા પશુપાલકોમાં ખુશી જોવા મળી છે. આ સાથે બટાકામાં 10 ટકાનો વધારો આપ્યો છે. હાજરો પશુપાલકોએ ચેરમેન શંકરભાઇ ચૌધરીને અભિનંદન પણ આપ્યા હતા. પશુપાલકોને 1973.79 કરોડનો ઐતિહાસિક ભાવ વધારો આપવામાં આવ્યો છે. બનાસ ડેરી દ્વારા 18.52 ટકા ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ મંડળીઓને ડિબેન્ચર તરીકે 100 કરોડ ચૂકવાશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, સણાદરમાં 56મી સાધારણ સભામાં નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસડેરીની 56મી સાધારણમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ સભામાં બનાસ ડેરીના ચેરમેન દ્વારા પશુપાલકો લક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. ગત વર્ષે 1952 કરોડ હતો, જ્યારે આ વર્ષે મંદી હોવા છતાં 1973 કરોડનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ વર્ષે 18.52 ભાવ નફા તરીકે આપશે. ઉલ્લેખનીય છે કે, સણાદરમાં યોજાયેલી બનાસ ડેરીની 56 મી સાધારણ સભામાં ખાસ ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે પશુપાલકોને ઘણો ફાયદો પણ થવાનો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.