બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીની જિલ્લા કારોબારી બેઠક ચડોતર ન્યુ કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ કોર કમિટીના સદસ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના ઉમેદવાર શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને મળી હતી. બનાસકાંઠા જિલ્લા ભાજપની કારોબારી બેઠક ચડોતર ન્યુ કમલમ કાર્યાલય ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં શંકરભાઇ ચૌધરી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના ઉમેદવાર તરીકે જાહેર થતા તેમને ભાજપ જિલ્લા પ્રમુખ ગુમાનસિન્હ ચૌહાણે સમગ્ર જિલ્લા સંગઠન તરફથી શુભેચ્છાઓ પાઠવી હતી.
અધ્યક્ષ શંકર ચૌધરીએ પોતાના સ્મરણો યાદ કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી મારી માં છે અને મારી માએ મને મોટો કર્યો છે તેમણે રાધનપુરના પ્રથમ ઇલેકશનથી લઇ પ્રદેશ યુવા મોરચામાં રહીને તાત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તમામ ગુજરાત ભ્રમણ કરી જે કામગીરી કરી તે મારા નવ જીવનનું ઘડતરરૂપ સાબિત થયું અને ત્યારબાદ પ્રદેશ મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી અને ફરી ધારાસભ્ય બની મંત્રી બન્યા અને આજે કોર કમિટીના સદસ્ય તરીકે જવાબદારી નિભાવું છું.
પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકી મને થરાદથી ચૂંટણી લડાવી ધારાસભ્ય તરીકે વિજય થતા મને ગુજરાત વિધાન સભાના સર્વોચ્ચ પદના અધ્યક્ષના ઉમેદવાર તરીકે માટે મારી પસંદગી કરી છે તે માટે હું પ્રદેશના તમામ આગેવાનોનો હું આભાર માનું છું. શંકર ચૌધરીતેમને વધુમાં જણાવ્યું હતું કે, અધ્યક્ષ તરીકે મારી નિમણુંક થયા બાદ પણ થરાદની જનતાને મેં આપેલા વચનો ઝડપી પુરા થાય તે દિશામાં કામ કરીશ. તેમને અધ્યક્ષ તરીકે તેમને કેવું કામ કરવાનું થાય તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને જિલ્લાના આગેવાનોને તેમના કોઈપણ પ્રશ્નોનું સંવિધાનિક રીતે નિરાકરણ લાવી શકાય તેવી બનતી તમામ કોશિશ કરીશ.
વધુમાં જણાવ્યું હતું કે અધ્યક્ષ તરીકે મારી નિમણુંક થતા પહેલા મારે પાર્ટીમાંથી રાજીનામું આપવાનું કહેતા તેમને પોતાની મનની વ્યથા વર્ણવી હતીને કહ્યું “જેમ દીકરી પોતાનું ઘર છોડી સાસરે જાય અને પોતાના પિયર છોડવાનું જે દુઃખ તેને હોય તેવીજ વ્યથા મારી છે.” આ પ્રસંગે પ્રભારી નંદાજી ઠાકોર, જિલ્લા અધ્યક્ષ ગુમાનસિહ ચૌહાણ, સંસદ પરબતભાઇ પટેલ, દિનેશભાઇ અનાવડીયા, નૌકાબેન પ્રજાપતિ, મહામંત્રી ડાહ્યાભાઈ પીલિયાતર, કનુભાઈ વ્યાસ, કૈલાશભાઈ ગહેલોત, પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પ્રવીણભાઈ માળી સહીત પૂર્વ સંસદઓ અને પૂર્વ ધારાસભ્યઓ સાથે જિલ્લાના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શંકરભાઇ ચૌધરીને શુભેછાઓ પાઠવી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.