Home ગુજરાત બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગની ગાડીમાં GPS ટ્રેકર લગાવીને તેની  ધરપકડ કરવામાં આવી

બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગની ગાડીમાં GPS ટ્રેકર લગાવીને તેની  ધરપકડ કરવામાં આવી

20
0

(જી.એન.એસ)તા.૨૫

બનાસકાંઠા,

બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગની ગાડીઓમાં GPS ટ્રેકર લગાવનારાની ધરપકડ કરવામાં આવી છે. ટ્રેકર લગાવનારા ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગની ગાડીઓમાં GPS ટ્રેકર લગાવનારાની ધરપકડ કરવામાં આવી છે. ટ્રેકર લગાવનારા ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. અધિકારીઓની ગાડી નીચે ટ્રેકર લગાવી તેમન રેકી કરાતી હતી.  ખાણખનીજ વિભાગે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેના પગલે સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ભૂસ્તર શાસ્ત્રીની ગાડીમાં જીપીએસ ટ્રેકર લગાવવામાં બહુચરાજી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ સહિત ત્રણની અટકાયત કરવામાં આવી છે.   ભૂમાફિયા અને રોયલ્ટી ચોરો દ્વારા જીપીએસ સિસ્ટમ લગાવીને અધિકારીઓ અને સ્ટાફ ક્યાં જાય છે તેની વોચ રાખવા માટે વોટ્સએપ ગ્રુપ બનાવીને જાસૂસી કરાતી હતી. કંબોઈના ભરત ઠાકોર, દુદોષણના આનંદ ઠાકોર અને બહુચરાજી તાલુકા ભાજપ ઉપ-પ્રમુખ ગોવિંદ દરબારની કરાઈ અટકાયત કરવામાં આવી છે.  બહુચરાજી તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદ દરબારની નેતાઓ સાથેની તસવીરો પણ સામે આવી છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલ ખાણ ખનીજ વિભાગની કચેરીની સરકારી ગાડીને સતત ટ્રેકિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જેને લઈ ખાણખનીજ વિભાગે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલતી ગેરકાયદે ખાણો અને રેતી સહિતની હેરાફેરીને લઈ ખનીજ માફિયાઓ દ્વારા આ કાવતરું કરવામાં આવ્યું હોવાની આશંકાએ તપાસ શરુ કરાઈ છે.

 

 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકાપોદ્રામાં એક યુવકનું ગળું કાપતા થયું મોત અને સુરતમાં ફરાર આરોપીની કરાઈ ધરપકડ કરવામાં આવી
Next articleગાંધીનગરનાં સે-૨૯માં કારમાં જતાં એક પરિવાર ઉપર હુમલો થયો