(જી.એન.એસ, જીતેન્દ્ર ઉપાધ્યાય) તા. 12
બનાસકાંઠા,
બનાસકાંઠામાં માં છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ભરકાવાડાના પટિયા પાસે ટ્રિપલ અકસ્માતની ગોઝારી ઘટના બની છે. આ અક્સમાત ટ્રેલર, ટ્રક અને કાર વચ્ચે થતાં કારમાં સવાર 3 લોકોનાં મોત થયા હતા. જ્યારે 3 જેટલા લોકો ઘાયલ થયા હતા તેથી તેમણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ, રોંગ સાઈડમાં આવતી કાર ટ્રેલર સાથે અથડાઈ જતાં ટ્રેલર સામેની સાઇડે આવતા ટ્રક સાથે ટકરાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠામાં પાલનપુર-અમદાવાદ હાઇવે પર ભરકાવાડાના પાટિયા પાસે વહેલી સવારે ટ્રિપલ અકસ્માતનો બનાવ બન્યો છે. રોંગ સાઇડમાં આવતી કારના ચાલકે સંતુલન ગુમાવતા ટ્રેલરને ટક્કર મારી હતી આથી ટ્રેલર સામેની સાઇડથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે, કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં ભારે ભરખમ ટ્રેલર પણ ઊંધું વળી ગયું હતું અને તેમાં રહેલો માલસમાન રસ્તા પર વિખેરાઈ ગયો હતો.
આ ગંભીર અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઇવે પર ટફિક જયાં થયો હતો થોડા સમય માટે જો કે, અકસ્માતની માહિતી મળતા વડગામ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે વડગામ સિવિલ હોસ્પિટલ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને પગલે ટ્રાફિક જામ થતાં પોલીસે ટ્રાફિક ખુલ્લો કર્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.