(જી.એન.એસ) તા.૨૨
બનાસકાંઠા,
ગુજરાતના બનાસકાંઠામાંથી એટીએમ કાર્ડબદલીને છેતરપિંડી આચરનારો આરોપી ઝડપાયો હતો. વડગામ પોલીસે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા આરોપીને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી લોકો પાસેથી એટીએમમાં મદદ કરવાના બહાને કાર્ડને બદલી દેતો હતો અને તે કાર્ડ દ્વારા તેમના પૈસા ઉપાડી લેતો હતો. પોલીસે આ દરમિયાન તપાસ હાથ ધરી હતી અને એ તપાસમાં કારના નંબરના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. આરોપી રાજુ પાસેથી જુદી જુદી બેંકના 209 જેટલા એટીએમ કાર્ડ મળી આવ્યા હતા. તેણે અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, તાપી સહિતના જિલ્લાઓમાં છેતરપિંડીના ગુનાઓ આચર્યા હોવાનું સામે સામે આવ્યું હતું. લગભગ 27 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો. વડગામ પોલીસે આ અંગે આવી જ ઘટના બેંક ઓફ બરોડાના એટીએમમાં બનવાને લઈ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન રાજુ ઉર્ફે મહંમદ સોહિલ નામના શખ્શને ઝડપી લેવામાં આવ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.